Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજયમાં મેઘરાજાનુ જોર ઘટયું : માત્ર ૧૬ તાલુકામાં ઝરમરથી ૨ ઈંચ સુધીનો વરસાદ

સવારથી સુરત અને નવસારી પંથકમાં હેત વરસાવતા મેઘરાજા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી,તા.૨૫:   રાજય ભરમાં મેઘરાજાનુ જોર ઘટયાનુ જણાય છે જેને પગલે છેલ્લા ૨૪ કલાકમા રાજય ના માત્ર ૧૬ તાલુકામા ઝરમરથી ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં ઓલપાડ ૫૬ મી.મી.માંડવી ૧૭ મિ.મી. અને વાંસદા ૧૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.આજે સવારે ૬ વાગ્યા થી લઇ ૧૦ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ ના આંકડા ને જોઈએ તો જલાલપોર ૨૯ મી.મી.સુરત સીટી ૨૮ મી.મી. અને નવસારી ૧૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

(12:54 pm IST)
  • અમદાવાદના જાણીતા ડેવલપર ગ્રુપ ઉપર ઇડીની તપાસ શરૂ : એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે અમદાવાદના શ્રી આશીષ પટેલના રાધે ડેવલપર ગ્રુપ ઉપર 'સર્ચ' તપાસ શરૂ કરી છે. તેમના ૨૦૦ કરોડના જમીન પ્રોજેકટ અંગે હવે 'પીએમએલએ' હેઠળ આ તપાસ શરૂ થયાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 12:50 pm IST

  • નોબલ પારિતોષિક માટે હવે પુતીનનું નામ નોમિનેટ થયું: ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું નામ નોબલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જોકે ક્રેમલીને જાહેર કર્યું છે કે અમે પુતિનનું નામ નોમિનેટ કરેલ નથી. access_time 12:17 am IST

  • સેન્સેકસની ગજબની રમત : શેરબજારની માયાજાળ અદભુત છે. ગઇકાલે ૧૧૦૦ પોઇન્ટના કડાકા પછી આજે સવારે પ્રારંભમાં જ સેન્સેકસ લગભગ ૪૦૦ પોઇન્ટ (૩૯૫.૦૮) ઉચકાયો હતો અને નિફટી ૧૨૧ પોઇન્ટ ઉંચકાઇ હતી અને આ લખાય છે ત્યારે સવારે ૧૦.૨૭ કલાકે સેન્સેકસ ૨૬૨ પોઇન્ટ તથા નિફટી ૭૭.૯૦ પોઇન્ટ 'અપ' છે. access_time 11:29 am IST