Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

મહેસુલ ક્ષેત્રે ૪૮ હજારથી વધુ રકમ અને વીજળી વેરા-જકાતના ૧૬૭ કરોડ બાકી

આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ : 'કેગ'નો અહેવાલ રજુ કરતા નીતિનભાઇ પટેલ : જીએસટીમાંથી રૂ.૧૧ર૮ લાખની ઓછી આવકઃ સ્ટેમ્પ ડયુટીના ૩૭૮ કરોડ બાકી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા.રપ : આજે વિધાનસભા ગૃહનો આ સત્રનો અંતિમ દિવસ છે. આજે ગૃહમાં રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ભારતના કોમ્પટ્રોલર ઓડીટર અને જનરલ ઓડીટરનો વર્ષ ર૦૧૮-૧૯ના વર્ષનો અહેવાલ ગૃહમાં રજૂ કરનાર છે.

એક બાજુ રાજય સરકાર ૩૧-૧ર-૧૯ના રોજ ૪૮,૪ર.ર૩ કરોડ વેરા પેટે જુદા જુદા ઔદ્યોગિક ગૃહો પાસેથી વેરો, સ્ટેમ્પ ડયુટી નોંધણી ફી વીજળી પરના વેરા, જકાત, વાહનો પર કર તેમજ માલ સામાન ઉતારૂ કર સહિત તેલ અને પ્રાકૃતિક ગેસનો સમાવેશ થાય છે.

આજે રજુ થયેલા આર્થિક અને મહેસુલી ક્ષેત્રના કેગના રીપોર્ટમાં રાજય સરકારની બાકી રકમનું વિશ્લેષણ કરવામાં આવ્યું  જે મુજબ રૂ. ૪૮ હજાર ૪ર.ર૩ કરોડ રૂપિયા બાકી નીકળે છે જેમાંથી ૧પ હજાર પ૩.૧૬ કરોડ રૂપિયા પાંચ વર્ષથી વધારે સમયથી બાકી નિકળે છે.

રાજય સરકાર દ્વારા જુદા જુદા ઔદ્યોગિક એકમો પાસેથી ઉઘરાવવાના બાકી નીકળે છે જેમાંથી ૧૪,૮૮૮.પ૦ કરોડ પાંચ વર્ષથી વધુ સમયથી બાકી નીકળે છે.

વીજળી પરના વેરા અને જકાતના ૧૬૭.૧૪ કરોડમાંથી ૧૩ર.૭૩ કરોડ રૂપિયા પાંચ વર્ષથી વધારે સમયથી બાકી નીકળે છે. બીજી બાજુ વાહનો પરના કર અને માલસામાન ઉતારૂઓ પરના કર ૧૮પ.પ૮ કરોડ બાકી નીકળે છે જેમાંથી ૩૭.૮ કરોડ છેલ્લા પાંચ વર્ષથી બાકી નીકળે છે.

તેલ અને પ્રાકૃતિક ગેસના ૩૬૯.ર૮ કરોડ છેલ્લા પાંચ વર્ષથી બાકી છે આમ રૂ.૧પ,૬પ૩.૦૭ કરોડના પાછલા બાકી લેણા પાંચ વર્ષથી વધારે પડતર હતાં તેમાંથી રર૭.૧૧ કરોડ મહેસુલી પ્રમાણપત્ર મારફતે આવરી લેવાયા છે.

રાજય સરકાર દ્વારા રાજયના જીએસટી વિભાગ દ્વારા ખોટુ વર્ગીકરણ સહિત વેરાનો અયોગ્ય દર લાગુ કરીને રૂ.૧૧ર૮ લાખની રકમ ઓછી પ્રાપ્ત કરી છે જેની ઘટસ્ફોટ આજે ગૃહમાં રજુ થયેલ મહસુલી અને આર્થિક અહેવાલમાં કરવામાં આવ્યો છે.

ગુજરાતની ૧૭ કચેરીઓના આકરણી દરમ્યાન ૩૦ વેપારીઓની ૪૮ આકારણીઓમાં ચીજવસ્તુઓનું ખોટુ વર્ગીકરણ કરતી બાબત ધ્યાન પર આપી હતી. જેને લઇને રાજય સરકારને ૧૧ર૮ કરોડની વેરાની ઓછી આવક થયેલ છે.

આ ઉપરાંત તેની ઉપર વ્યાજ અને દંડ પણ વસુલ થઇ શકે તેમ હતા તેમ છતાં સરકારના અધિકારીઓ દ્વારા દુર્લક્ષ સવાયું છે.

જે ૧૧ર૮ કરોડના વેરા ઓછા વસુલાયા છે તેમાં ડાંગર પરના ભૂસાનું પશુ આહાર તરીકે વર્ગીકરણ કરણ કરી ૩પ.૭૮ લાખ, રેડીમોન્સ કોકરીટનું ખોટું વર્ગીકરણ કરી ૩૩પ.૩પ લાખ, મોટર વાહનો પર વેરાની ઓછી વસુલાત કરીને ૩૬.૩૮ લાખ, સીવિલ વર્કસ ન હોય તેવા કોન્ટ્રાકટને અયોગ્ય રીતે સીવિલ વર્કસ તરીકે વર્ગીકૃત કરીને રૂ.રપ.પ૭ લાખ, સ્ટેનેશ સ્ટીલને લોખંડ તરીકે ખોટુ વર્ગીકરણ કરીને રૂ.૧રપ.ર૪ લાખ અયોગ્ય દરે વેરાની વસુલાતમાં ૪૭.૦૭ લાખ સીએનજી કીટ પર વેરાની ઓછી વસુલાત કરી ૬.૦૬, સીન ગેસ પર વેરાની ઓછી વસુલાત કર ૬ર.૯ર લાખ, એલ્યુમિનિયમ પર વરખમાં ઓછી વસુલાત કરવામાં આવી છે.

મેટ્રોલ ટ્રેઇનના ભાગો પર ઓછી વસુલાત કરી ૧૮.પ૭ લાખ, એલિવટર પરના ભાગ પર પ.૩૯ લાખ યાન પર ટેકસની ૯.૮૬ લાખ સહિત ઘરેલુ આર.ઓ. પ્લાન્ટ પર તેના ભાગ પર વેરાની વસુલાત ૧૩ર.રર લાખ કરાઇ છે. આમ ૧૩થી ૧૪ જેટલા ઘટકોપર ૧૧ર૮ કરોડની રકમ ખોટુ વર્ગીકરણ કરવાથી વેટની આવક ઓછી થવા પામી છે.

(3:44 pm IST)