Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કાલથી શાળામાં એકમ કસોટી

કોરોનાની પરિસ્થિતિમાં હોમ લર્નીંગનું મૂલ્યાંકન કરવા ત્રીજી કસોટી લેવાશે

રાજકોટ, તા. ૨૫ : કોરોનાની સ્થિતિમાં શાળાઓ બંધ છે. ત્યારે ટેકનોલોજીના માધ્યમથી હોમ લર્નીંગ શરૂ થયુ છે. ઓનલાઈન શિક્ષણનો વાલીઓએ ભારે વિરોધ કર્યો છે. છતા શિક્ષણ કાર્ય ચાલુ છે. હોમ લર્નીંગમાં બાળકો શું શીખ્યા? તેનું મૂલ્યાંકન કરવા એકમ કસોટી યોજાય છે. અગાઉ બે કસોટી યોજાયા બાદ આવતીકાલથી રાજયભરની સરકારી - ખાનગી શાળાઓમાં એકમ કસોટીનો પ્રારંભ થશે.

રાજકોટ અને ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. આવી કપરી સ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા તા. ૨૬ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વધુ એક  એકમ કસોટી લેવાશે.

શાળાઓ લોકડાઉન છે બાળકોને પ્રશ્નપત્રો મોકલી આપવામાં આવશે. અગાઉ જુલાઇ અને ઓગષ્ટ માસમાં એકમ પરીક્ષા લેવામાં આવી હતી. બાળકો ઘરે બેસીને કસોટીના જવાબ આપે છે. દર મહિને નિયમીત રીતે વિષયવાર યોજાય છે.

(3:47 pm IST)