Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને વધુ વેગવાન બનાવવા

રાજ્યમાં જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારા થકી મહેસુલી સેવાઓને વધુ સરળ બનાવવા રાજ્ય સરકાર કટીબધધઃ મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ

મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ-પારદર્શીતા-સ્વચ્છ વીહવટની અનેક પહેલમાં વધુ એક સીમાચિન્હ રાજ્યમાં હવે કૃષિ-પશુપાલન યુનિવર્સિટી-મેડીકલ કોલેજો, આરોગ્ય કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી લેવી નહિં પડે કૃષિ, પશુપાલન, શિક્ષણ-આરોગ્ય સહિત ઔદ્યોગિક વિકાસને મળશે વેગ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે ખરીદેલ જમીન પ્રમાણપત્ર મળ્યા બાદના ૩ થી ૫ વર્ષ માટે ૧૦૦ ટકા, ૮ થી ૭ વર્ષ માટે ૬૦ ટકા, ૭થી ૧૦ વર્ષ માટે ૩૦ ટકા, ૧૦ વર્ષ પછી ૨૫ ટકા પ્રવર્તમાન જંત્રીના રકમ વસૂલ લઇ વેચાણ પરવાનગી અપાશે રાજ્ય સરકારે કરેલા આ નિર્ણયોથી ઉદ્યોગ સાહસિકોને મહેસૂલી પ્રશ્નોમાં પડતી મુશ્કેલી નિવારી શકાશેઃ અત્યાર સુધી પડતર રહેલી જમીનોનો સક્ષમ ઉપયોગ થઇ શકશે રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે ખરીદેલી જમીનને ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તો જી.ડી.સી.આર. હેઠળના ઝોન મુજબ ઉદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે જમીન વેચાણ થઇ શકશે ગુજરાત ગણોદ વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયક, ૨૦૨૦ વિધાનસભા ખાતે બહુમતીથી પસાર

ગાંધીનગર : મહેસૂલ મંત્રીશ્રી કૌશિભાઇ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટી અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સુધારાઓ કર્યા છે. જેના ખૂબ સારા પરીણામો પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્યમાં ગણોદ કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાનો અભિગમ અપનાવી ઇઝ ઓફ ડૂઇંગ બિજનેસને વધુ વેગવાન બનાવવાનો માર્ગ સરળ કર્યો છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ખૂબ જ વિકસીત રાજ્ય છે. તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યો પૈકીનું એક રાજ્ય પણ છે. જેના કેન્દ્રમાં જમીન એક અગત્યનું પરીબળ છે. રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખુલે છે તે માટે ઔદ્યોગિક મૂડી રોકાણો આકર્ષિત કરવા અંગે ધ્યાને રાખીને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયક-૨૦૨૦ રજૂ કરવામાં આવ્યું હતુ.

ઙ્ગમંત્રીશ્રીએ આ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયકથી ગણોતધારામાં નવી ઉમેરાયેલ કલમ-૬૩-કકકથી સમગર રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, શિક્ષણ, તબીબી શિક્ષણ કે આરોગ્ય સેવા હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી નિંૅહ લેવી પડે. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરચેઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.

મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યકિતઓએ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સ્પેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થાથી અંત આવશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત મેડીકલ-એન્જીનીયરીંગ અને વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્ર સાથોસાથ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ સહિતનું હબ બન્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ, પશુપાલન યુનિવર્સિટી તેમજ તબીબી-ઇજનેરી શિક્ષણ અને અન્ય શૈક્ષણિક હેતુઓ માટે સરળતાએ જમીન ઉપલબ્ધ થઇ શકે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટની નવી દિશા ખોલી આપી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જમીન ખરીદી હોય પરંતુ કોઇ કારણસર ઉદ્યોગ શરૂ ન કરી શકે અને વેચાણ કરવાનું જરૂરી હોય ત્યારે પ્રમાણપત્રોની તારીખથી ૩ થી ૫ વર્ષ માટે ૧૦૦ ટકા, ૫ થી ૭ વર્ષ માટે ૬૦ ટકા, ૭ થી ૧૦ વર્ષ માટે ૩૦ ટકા અને ૧૦ વર્ષ પછી ૨૫ ટકા પ્રવર્તમાન જંત્રીની રકમ વસુલ લઇને વેચાણથી પરવાનગી આપી શકાશે. વધુમાં, જી.ડી.સી.આર.ની જોગવાઇ મુજબ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં જી.ડી.સી.આર.ની જોગવાઇ હેઠળ જાહેર કરેલ ઝોન મુજબ જમીનનો ઉપયોગ કરવાના હેતુ માટે પરવાનગી આપવામાં આવશે.

આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગ્રુપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીનના કિસ્સામાં જંત્રીની ૧૦ ટકા રકમ વસુલીને પરવાનગી અપાશે.

દેવા વસુલી ટ્રીબ્યુનલ, એનસીએલટી, ફડચા અધિકારી કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસમાં અરજી કર્યેથી જંત્રીના ૧૦ ટકા રકમ વસુલી તબદીલીની મંજૂરી આપવામાં આવશે.

મહેસુલ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાઓને સરળ-પારદર્શી અને સ્વચ્છ વહીવટ માટેની જે અનેક પહેલો કરી છે તેમાં આ નિર્ણયો વધુ એક સિમાચિન્હ બનશે. ઉદ્યોગ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિવારણ થતાં પડતર રહેલી જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ શકય બનશે. તેમજ કૃષિ, પશુપાલન, શિક્ષણ સહિત મેડીકલ, ઇજનેરી શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રેમાં પણ વિકાસની ક્ષિતીજો ખૂલતાં મુખ્યમંત્રીશ્રીની ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની નેમ પાર પડશે. વિકાસની નવી તકો-રોજગારીની નવી દિશા મળશે. આ વિધેયક વિધાનસભા ખાતે બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.

(4:49 pm IST)