Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સુરતના સિંગણપોર રોડ નજીક ગેરેજના માલિકને આપઘાત કરવા મજબુર કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી

સુરત: શહેરના સિંગણપોર રોડના ગેરેજ માલિકને આત્મહત્યા કરવા મજબુર કરનાર રબારી બંધુઓની ચોકબજાર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગેરેજ માલિકે ગત શનિવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી તે અગાઉ લખેલી સ્યુસાઇડ નોટમાં રબારી બંધુઓની હેરાનગતિનો ઉલ્લેખ કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિંગણપોર રોડ હરિદર્શન સોસાયટીમાં રહેતા ગેરેજ માલિક પરષોત્તમભાઇ ધનજીભાઈ ભારદ્વાજે ગત શનિવારે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરષોત્તમભાઈએ આત્મહત્યા કરી તે અગાઉ એક સ્યુસાઇડ નોટ લખી હતી અને તેમાં તેમણે ખરીદેલી દુકાન ઉપર કતારગામ બાપા સીતારામ ચોકના બે ભાઈઓ રમેશ રબારી અને દિનેશ રબારી કબ્જો જમાવી રૂ.40 હજાર ખંડણી પેટે લીધા બાદ પણ રૂપિયાની ઉઘરાણી માટે વારંવાર ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ચોકબજાર પોલીસે સ્યુસાઇડ નોટના આધારે પરષોત્તમભાઈના પુત્રની ફરિયાદના આધારે રબારી બંધુઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ચોકબજાર પોલીસે ગતરોજ બંને ભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:39 pm IST)