Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઉમરેઠ પોલીસે બપોરના સુમારે સ્વામિનારાયણ મંદિર નજીક મકાનમાં છાપો મારી તિજોરીના ગુપ્ત ખાનામાં સંતાડેલ દારૂનો જથ્થો ઝડપી પિતા-પુત્રની ધરપકડ કરી

ઉમરેઠ: શહેર પોલીસે ગઈકાલે બપોરના સુમારે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા એક મકાનમાં છાપો મારીને પિતા-પુત્રને તિજોરીમાં ગુપ્ત ખાનાઓ બનાવીને સંતાડી રાખેલા ૧૩૭૫૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી ઉમરેઠ પોલીસને માહિતી મળી હતી કે, સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા લાલાભાઈ રૂગનાથભાઈ રાઠોડ અને તેમનો પુત્ર નરેન્દ્ર વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે છાપો મારીને તિજોરીની તલાશી લેતાં અંદર બનાવેલા ગુપ્ત ખાનાઓ મળી આવ્યા હતા. જેમાંથી વિદેશી દારૂની જુદા-જુદા બ્રાન્ડની ૧૯ બોટલો મળી આવી હતી. જેની કિંમત ૧૩૭૫૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે નરેન્દ્રભાઈની અંગજડતીમાંથી મળી આવેલા એક મોબાઈલ ફોન પણ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)