Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

નર્મદા જિલ્લામાં આંગણવાડી વર્કરોની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસે કલેકટરને આપ્યું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ગત તા-૧૪ ઓગસ્ટના સામાયીક પત્રમાં જીલ્લામાં ૬૦ જેટલા આંગણવાડી વર્કરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ૩૧ ઓગષ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રીયા થઇ.ત્યારબાદ ૧૮ સપ્ટેમ્બરના રોજ તમામ ઉમેદવારોને ઓરીજીનલ ડોક્યુમેન્ટસ લઈને વૈરફિકેસન માટે બોલાવામાં આવ્યા હતા.જેમાં વહાલા દવલાની નીતી અપનાવી આગણવાડી મહીલા વર્કરોને સીલેકટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે નર્મદા જિલ્લા કલેક્ટર ને યુથ કોંગ્રેસ એ આવેદનપત્ર આપ્યું જેમાં નાંદોદ વિધાન સભા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા તથા નર્મદા યુથ કૉંગ્રેસ પ્રમુખ વાસુદેવભાઈ વસાવા,જિલ્લા સોશિયલ મીડિયા કોરડીનેટર અમિતભાઈ વસાવા,જિલ્લા યુવા ઉપ પ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર તથા જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી ગૌતમ વસાવા હાજર રહ્યા હતા.
 આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે ખરેખર લાયક ઉમેદવાર હતા તેમને કોઇને ક્ષતિ કાઢી રીજેકટ કરવામાં આવ્યા અને જેમણે ડિશક્વોલિફાઈડ કર્યા છે એ તમામ ઉમેદવાર ગ્રેજ્યુએટ તથા માસ્ટર ડીગ્રી ધરાવતા હતા તદઉપરાંત ઉમેદવારો ને જરૂરી આધાર પુરાવા લઇને જીલ્લા પંચાયત કચેરી પર હાજર રહેવા જણાવાયું હતુ ત્યારબાદ ડોક્યુમેન્ટ મા ક્ષતિ છે એવા જવાબ આપી પાછા રવાના કરી દીધા હતા તો ત્યાં બોલાવવા નો મતલબ શું હતો. ઉપરોક્ત બાબતે જીલ્લાના અન્યાય થયેલા તમામ ઉમેદવારો ને ન્યાય મળે અને તેમની કારકીર્દી પર પૂર્ણવિરામ ન લાગે એ માટે ધટતું કરવા આવેદનપત્ર માં જણાવાયું છે.

(6:40 pm IST)