Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

નાંદોદના મોવી રોડ ઉપર દુધ આપવા ગયેલાની મો.સા.ને ટ્રકે અથાડતા એકનું મોત:એકને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ નર્મદા જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા હોય એ માટે બેફામ જતા મોટા વાહનોની સાથે સાથે ખરાબ રસ્તા પણ એટલાજ જવાબદાર છે જેમાં ગતરોજ નાંદોદ તાલુકાના મોવી ગામ પાસે એક ટ્રક ચાલકે મો.સા.ચાલાકને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે તેની સાથેના વ્યકતિને ઇજાઓ થઈ હતી.
  પ્રાપ્ત માહિતી અનુસાર મોવી રોડ પર કન્ટેનર ટ્રક નં.GJ10. TX.0385 ના ચાલકે પુર ઝડપે ટ્રક હંકારી પોતાની મો.સા. નંબર GJ. 22.4529 લઈ જતા બાબુભાઇ હરીયાભાઈ વસાવા સાથે ખુંટાઆંબા ગામે મુકેશભાઇ દલસુખભાઇ વસાવાની ચાની લારી ઉપર દૂધ આપવા નીકળેલા તે વખતે ખુટાઆંબાથી મોવી રોડ ઉપર વળાંક પાસે મોટર સાયકલ સાથે એક્સીડેટ કરી કનુભાઈ બેડીયાભાઈ વસાવાને ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નીપજાવી તથા બાબુભાઇ હરીયાભાઇ વસાવાને શરીરે ઈજાઓ પહોચાડી ફેક્ચર કરી નાશી જઈ ગુનો કરતા રાજપીપળા પો.સ્ટે.માં ટ્રક ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

(6:43 pm IST)