Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ભાજપ સરકારે ખેડૂત વિરોધી બિલ પાસ કરતા નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસે મશાલ સળગાવી વિરોધ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે સાંજે રાજપીપળામાં સફેદ ટાવર ખાતે ભાજપ સરકારે ખેડૂત વિરોધી બિલ પાસ કર્યું હોવાના આક્ષેપ સાથે મશાલ સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.
યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા,જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ નિકુંજ પટેલ સહિતના યુથ કોંગ્રેસ ના યુવાનો એ રાજપીપળા ના સફેદ ટાવર ખાતે મશાલ સળગાવી ખેડૂત વિરોધી બિલ પાસ કરનાર ભાજપ સરકાર નો વિરોધ કરી આ સરકાર દરેક ક્ષેત્ર માં નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપો સાથે ખેડૂતો ને આત્મહત્યા કરતા બચાવવા અને આ બીલ પાછું ખેંચવાની માંગ સાથે મોદી સરકાર નો ખેડૂત વિરોધી બીલ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો.

(8:19 pm IST)