Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઇસ્કોન ચાર રસ્તા પાસે કાર રોકવા ઈશારો કરતા ચાલકે બેફામ સ્પીડથી મહિલા PSI ના પગના પંજા પર વહીલ ફેરવી દીધું

રોડ પર પટકાતા પીએસઆઈને હાથ. કોણી અને પગના ભાગે ગંભીર ઇજા : જમણા પગે ફ્રેક્ચર

અમદાવાદ:સેટેલાઇટ વિસ્તારના ઇસ્કોનબ્રિજ નીચે ઈસ્કોન ચાર રસ્તા પાસે મહિલા પીએસઆઈને અડફેટે લઈ કાર ચાલકે રોડ પર પટક્યા હતા. પીએસઆઈને હાથ અને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જતા જમણા પગે ફ્રેક્ચર હોવાનું ખુલ્યું હતું. સેટેલાઇટ પોલીસે આ અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કાર ચાલક નિશિત શાહ નામનો વ્યક્તિ હોવાનું ખુલ્યું છે.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એ.આર.બાથમ ગુરુવારે સાંજે વાહન ચેકીંગમાં સાથી પોલીસ કર્મચારીઓ સાથે ફરજ પર હતા. કર્ણાવટી કલબ તરફથી આવતી આઈ 20 કારના ચાલકને રોકવા પીએસઆઈ બાથમે હાથ ઊંચો કર્યો હતો.

કાર ચાસલકે પોલીસના ઈશારો જોઈ કાર ધીમી કરવાની જગ્યાએ પુરઝડપે અને બેફામપણે ચલાવી હતી. આરોપીએ કારની ડ્રાઈવર સીટની બાજુની સીટ નીચેનું વ્હીલ પીએસઆઈ બાથમના પગના પંજા પર ફેરવી દેતા તેઓ રોડ પર પટકાયા હતા.

બાથમને રોડ પર પટકાવવાથી જમણા હાથની કોણી અને પગે ગંભીર ઈજા થઇ હતી. ઇજાગ્રસ્ત પીએસઆઈ બાથમને સારવાર માટે અર્બન હેલ્થ સેન્ટર ત્યાંથી રાઠી હોસ્પિટલ લઈ જવાય હતા. રાઠી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટર ન હોવાથી આંબાવાડીની અરીહંત હોસ્પિટલ ખસેડયા હતા. સારવાર દરમિયાન બાથમને જમણા પગે ફ્રેક્ચર અને કોણીના ભાગે ઇજા થયાનું જાણવા મળ્યું હતું. પીએસઆઈ બાથમ સારવાર હેઠળ  છે.

સેટેલાઇટ પીઆઈ જે.બી.અગ્રાવતએ જણાવ્યું હતું કે, આરોપી કસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. નિશિત શાહ નામનો શખ્સ કાર ચલાવતો હોવાનું ખુલ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે

(10:52 pm IST)