Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કોમ્પ્યુટર-લેપટોપનાં રિટેલ-ઓનલાઇન વેચાણમાં તેજી

વર્ક ફ્રોમ હોમ કલ્ચરનો ફાયદો આઇટી માર્કેટને મળ્યો

અમદાવાદ, તા. ૨૫: ગુજરાતમાં ઇલેકટ્રોનીકસ માર્કેટમાં કોમ્પ્યુટર અને લેપટોપનું વેચાણ કોરોના બાદના લોકડાઉન સમયમાં વધ્યું છે અને તેનું કારણ તમામ મોટી કોર્પોરેટ કંપનીઓએ પોતાના સ્ટાફને વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએસ)નો આદેશ આપ્યો છે.

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લોકડાઉન સમયે માર્કેટમાંથી ૪૦થી ૫૦ હજાર લેપટોપસ ખરીદી પોતાના સ્ટાફને દ્યરેથી કામ કરવા આપ્યા હતાં.

રીલાયન્સની જેમ અન્ય મોટી કંપનીઓને લેપટોપ, કોમ્પ્યુટર્સ ખરીદીને સ્ટાફને ઘરેથી કામ કરવા આવતા આ માર્કેટમાં તેજી આવી હતી. જોકે હમણાં હવે આ ખરીદી ઓછી થઇ ગઇ છે.

અમદાવાદના જાણીતા ઇલેકટ્રોનીકસ શો-રૂમના માલિક રાજેશભાઇ શાહે જણાવ્યું હતું કે, હાલમાં વાશિંગ મશીન, એલઇડી ટીવીની ડીમાન્ડ અગાઉ કરતા ૨૫ થી ૫૦ ટકા ઘટી ગઇ છે. જયારે કોમ્પ્યુટર અને લેપટોપના વેચાણમાં તેજી છે. તેઓના જણાવ્યા અનુસાર દિવાળીમાં બોનસ વહેંચાયા બાદ એલઇડી ટીવી અને વાશિંગ મશીન અને અન્ય ડોમેસ્ટીક એપ્લાયન્સીસનું સેલ વધશે તે નક્કી છે.

રીલાયન્સ, ટાટા વગેરે મોટી કંપનીઓએ પોતાના શો-રૂમ્સમાં ઇલેકટ્રોનીકસ આઇટમસનો મોટો સ્ટોક ખડકી દીધો છે અને બધી બ્રાન્ડ આઇટમસનું વેચાણ વધે તે માટે કન્સેશન્સ આપી રહ્યા છે. આનું મુખ્ય કારણ બ્રાન્ડ કંપનીઓના આઇપીઓ દ્વારા કેપીટલ માર્કેટમાં ફાયદો થાય.

આ બધી બ્રાન્ડસનું રીટેઇલ અને ઓનલાઇન વેચાણ પણ વધી રહ્યું છે. કારણ કે ગ્રાહક હજુ બજારમાં ફરી શો-રૂમની મુલાકાત લેવાનું ટાળી રહ્યો છે.

બીજી બાજુ ટીવી એડ્સ મારફતે વેચાણ માટેની કેમ્પેઇનલ એટલી અગ્રેસીવ થઇ ગઇ છે કે કન્ઝયુમરને ખરીદ કરવા સિવાય હવે કોઇ ઓપ્શન રહ્યો નથી. તમામ ઇલેકટ્રોનીકસ આઇટમ્સમાં વધારો ઘટાડો ગ્રાહકો જોતો નથી અને દેખાદેખીના વાતાવરણમાં જે વસ્તુ જોઇએ છે તે ખરીદે જ છે.

(10:14 am IST)