Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વલસાડ સાથે નાતો: વલસાડ શહેરનું નામ ફરી એકવાર સમગ્ર દેશમાં ગુંજતું થયું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલનું પ્રાથમિક શિક્ષણ વલસાડની બાઈ આવા બાઇ હાઈસ્કૂલમાં થયો હતો. અહીં ભુપેન્દ્રભાઈ પટેલના પિતા રજનીકાંતભાઈ પટેલ વલસાડની સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :  ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલનું બચપન ગુજરાતના છેવાડે આવેલા વલસાડ શહેરમાં પસાર થયું હતું. અને તેઓ તેમનું પ્રાથમિક શિક્ષણ વલસાડની નામાંકિત શાળા બાઈ આવા બાઈ હાઈ સ્કૂલમાં કર્યું હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.  કહેવાય છે કે આ વલસાડની નામાંકિત બાઈ આવા બાઈ શાળાએ દેશને વડાપ્રધાન અને બે મુખ્યમંત્રી આપ્યા છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે મોરારજીભાઈ દેસાઈ અને હવે ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આપ્યા છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલનું પ્રાથમિક શિક્ષણ વલસાડની બાઈ આવા બાઇ હાઈસ્કૂલમાં થયો હતો.

 અહીં ભુપેન્દ્રભાઈ પટેલના પિતા રજનીકાંતભાઈ પટેલ વલસાડની સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન ભુપેન્દ્રભાઈ વલસાડની જાણીતી એવી બાઈ આવા બાઈ હાઈસ્કૂલમાં ધોરણ ૫-થી ૧૦ સુધીનો અભ્યાસ કર્યા બાદ  તેઓ વધુ અભ્યાસ માટે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર માટે અમદાવાદ પહોંચ્યા હતા અને તેઓ એન્જિનીયર બન્યા બાદ રિયલ એસ્ટેટ સાથે અને બિલ્ડર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના ના સભ્ય બન્યા બાદ તેઓ વિવિધ કમિટીના ચેરમેન અને ઓડાના ચેરમેન તરીકે સેવા બજાવતા હતા. 2017માં અમદાવાદના ઘાટલોડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે વિજેતા બન્યા હતા અને 2021માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.

(10:42 am IST)