Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

વલસાડ રક્તદાન કેન્દ્ર પર મોડી રાત્રે બ્લડની શોધમાં નીકળેલ પરિવારની વ્હારે આવ્યા વલસાડના મિડીયા કર્મી

પત્રકાર સુભાષ ઠાકોરનો સંપર્ક કરી જણાવ્યું કે મારી નાની બાળકીને લોહીની જરૂર છે અને હવે મારી પાસે પૈસા પણ નથી : વલસાડના પત્રકાર દ્વારા એમને સહાય કરી વલસાડ બોલાવી બ્લડ બેન્ક ખાતે લઈ જઈ એમને બ્લડની સહાય કરી: ત્યાર બાદ સ્વખર્ચે તેમને પરત ધરમપુર હોસ્પિટલ ખાતે મોકલી દેવાયા : પત્રકાર સુભાષ પર શુભેચ્છાનો વરસાદ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા એક પરિવારની નાની ફુલ જેવી બાળકીની તબીયત બગડતા ધરમપુરની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં ચેકઅપ થયા બાદ ડોક્ટરો દ્વારા પરિવારને જણાવવામાં આવ્યું કે છોકરીના શરીરમાં લોહીની ખપત છે.
બને એટલી વહેલી તકે છોકરી ને લોહી ની બોટલ ચઢાવા પડશે.ત્યારે ગરીબ અને લાચાર પરીવારના એક સભ્ય લોહીની તલાસ માં વલસાડ વાપી પારડી વગેરે જગ્યાએ ૨ દીવસથી ધક્કા ખાઈ રહ્યા હતા પરંતુ યોગ્ય જવાબો ન મળતા તેમને ફક્ત હતાશા હાથ લાગી ત્યારે એમના સગા સંબંધી ના કહ્યા અનુસાર પરિવારે વલસાડના મિડીયા કર્મી સુભાષ ઠાકોરનો સંપર્ક કરી જણાવ્યું કે મારી નાની બાળકીને લોહીની જરૂર છે અને હવે મારી પાસે પૈસા પણ નથી ત્યારે વલસાડના પત્રકાર દ્વારા એમને સહાય કરી વલસાડ બોલાવામાં આવ્યા અને બ્લડ બેન્ક ખાતે લઈ જઈ એમને બ્લડની સહાય કરી આપવામાં આવી ત્યાર બાદ સ્વખર્ચે તેમને પરત ધરમપુર હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પત્રકાર સુભાષ પર શુભેચ્છાનો વરસાદ થયો હતો

(10:46 am IST)