Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સુરતમાં લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

મુંબઇથી માલ આવેલ, અન્ય કોને કોને સપ્લાય કર્યો? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ભારે ધમધમાટ, શકમંદ સ્થળો પર રાતભર તલાશીઓઃ પોલીસ કમિશનર અજયકુમાર તોમર,એડી.પોલીસ કમિશનર શરદ શિંઘલ,ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયા ટીમ દ્વારા સફળતાની હેટ્રિક સર્જી

રાજકોટ તા. ૨૫,  મુંબઈથી નજીક આવેલ સુરતના યુવા યુવતીઓમાં ડ્રગ્સ દુષણ પ્રસરતું રોકવા માટે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ચલાવાતી ડ્રગ્સ મુકત સુરત અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા સાપડી છે, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન બાદ મુંબઇથી સુરતમાં ડ્રગ્સ ઘુસડનાર ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંકજામાં લઈ સુરતમાં આ જથ્થો કયા સપ્લાય કર્યો છે તેની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

સુરત શહેર કાઇમબ્રાંચના પો.સબ.ઇન્સ.ને મળેલ બાતમી આધારે તા, ૨૪/૦૯/૨૦૨૧ ના રોજ રાત્રી દરમ્યાન સુરત કડોદરા રોડ ઉપર નિયોલ ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી ગોલ્ડન બ્રાઉન કલરની હોન્ડા અમેઝ ગાડી નંબર જીજે-૦૫-આરએમ-૪૮૮૧ ને પકડી પાડી તેમાં બેસેલ આરોપીઓ.........  (૧) ઇમરાન અબ્દુલ રશીદ શેખ ઉ.વ.૩૭ રહેવાસી. શેખ કાલા સ્ટ્રીટ ગોરે ગરીબા કબ્રસ્તાનની સામે રાંદેર સુરત (૨) ઇમરાન ઉર્ફે બોબા s/૦ ફકરૂદ્દીન ખાન ઉ.વ.૪૨ રહેવાસી. ઘર નંબર ૧૬/૨૩, સુલતાનીયા જીમખાના કોઝવે રોડ રાંદેર સુરત . (૩) મુઆઝ ઉર્ફે માજ ઇબ્રાહીમ સૈયદ ઉ.વ. ૧૯ રહેવાસી. ઘર નંબર ૯/૪, લાલબાગનો ટેકરો, કોઝવે રોડ આમલીપુરા રાંદેર સુરત નાઓને ગેરકાયદેસર મેફેડ્રોન નાકોટિકસ ડ્રગ્સના જથ્થો વજન ૧૯૬.૨/- ગ્રામ કિંમત રૂપિયા ૧૯,૬૨,૨૦૦/ તથા રોકડા રૂપિયા ૨,૪૯,૫૦૦/- તથા મોબાઇલ તથા અમેજ કાર મળી .  કુલ્લે કિંમત રૂપિયા ૨૮,૪૯,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ.  ઉપરોકત મળી આવેલ મેફેડ્રોન નાર્કોટિકસ ડ્રગ્સના જથ્થા અંગે ડી.સી.બી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૨૧૦૦૧૫૨૧૦ર૫૫ NDPS એકટ સને ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.  ઉપરોકત આરોપીઓની પૂછપરછ કરતા આ મેફેડ્રોન નાર્કોટિકસ ડ્રગ્સના જથ્થો મુંબઇ નાલાસોપારા ખાતેના એક ઇસમ પાસેથી ખરીદ કરી ફોરવ્હીલર ગાડીમાં સુરત ખાતે લાવી સુરત શહેર વિસ્તારમાં છુટકમાં વેચાણ કરતા હોવાની હકિકત જણાવેલ છે.

 અત્રે યાદ રહે કે ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી યુનિટ દ્વારા પોતાના એસઓજી સહિત ટીમને એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી ક્રાઇમ બ્રાન્ચ આર.આર.સરવૈયા દ્વારા આ બાબતે પીઆઇના માર્ગદર્શન હેઠળ બાતમીદારોની આખી ફોજ ડ્રગ્સ ઝુંબેશ માટે તેનાત કરી છે, જે અંતર્ગત એસઓજી પીઆઇ આર.એસ.સુવેરા ટીમ દ્વારા તાજેતરમાં જ અફીણનો જથ્થો ઝડપી લીધો હતો.

(12:51 pm IST)