Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

હિંમતનગર:સસ્તા અનાજની દુકાનમાં અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં અરવલ્લી જિલ્લામાં વહીવટી તંત્ર દોડતું થયું

હિંમતનગર: સરકારી અનાજ સગેવગે કરવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતુ થયુ છે. શુક્રવારે છ તપાસ ટીમોની રચના કરી ફરિયાદ હતી તેવી ૧૮ દુકાનોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ અધિકારીઓને કલેક્ટર કચેરીએ બોલાવ્યા પછી બંધ કવર આપવામાં આવ્યાં હતાં અને ખોલ્યા પછી તપાસના સ્થળે પહોંચવા આદેશ કરાયો છે. તપાસ પછી ગુપ્ત રિપોર્ટ તંત્રને સુપ્રત કરવામાં આવશે.

ગત જુલાઈ મહિનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સરકારી અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનોને ફાળવવામાં આવે છે તે બોગસ સોફ્ટવેર દ્વારા કાર્ડધારકોની અગાઉથી લીધેલી થમ્બ પ્રિન્ટથી ઉપાડેલો જથ્થો બતાવી  કૌભાંડ આચર્યું હતું તેનો પર્દાફાશ થતાં સાબરકાંઠાના ૬૦ અને અરવલ્લીના ર દુકાનદારોના નામ સામે આવતાં તપાસ પૂરી કરવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચના અને જિલ્લા કલેક્ટરને કેટલાક દુકાનદારો અંગે મળેલી ફરિયાદને ધ્યાને રાખી તા.ર૪ સપ્ટેમ્બરે નાયબ કલેક્ટર-મામલતદાર સહિતના અધિકારીઓની વિવિધ છ ટીમો બનાવી બાયડધનસુરામાલપુરમેઘરજમોડાસા અને ભિલોડા તાલુકાની કુલ-૧૮ દુકાનોમાં તપાસ શરૂ થતાં હડકંપ મચી ગયો છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર તપાસને અત્યંત ગુપ્ત રાખ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

(5:20 pm IST)