Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

નડિયાદમાં રખડતા ઢોરોના ત્રાસથી પશુપાલકોએ પાલિકાને સહકાર આપવાની તૈયારી બતાવી

નડિયાદ : નડિયાદમાં રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ માટે ગુરૂવારે પાલિકા પ્રમુખ અને પશુપાલકોની વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. પ્રમુખે પશુપાલકોને તેમના પશુ રખડતા નહીં મૂકવા તાકીદ કરી હતી. પશુપાલકોએ પાલિકાને સહકાર આપવાની તૈયારી બતાવી હતી.

નડિયાદમાં રખડતા ઢોરોથી નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે પાલિકા પ્રમુખે પશુપાલકો સાથે બેઠક કરીને તેમને પશુ રખડતા ન મૂકે તે માટે ટકોર કરી છે. પશુમાલિકોએ કહ્યું હતું કે ઘણા પશુઓ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. તેથી નડિયાદના પશુપાલકો પોતાની ગાયોને ચોક્કસ રંગની રિબિન બાંધી ઓળખ કરી શકે તેવી વ્યવસ્થા માટે વિનંતી કરવામાં આવી હતી. શહેરમાં પશુઓ દ્વારા થતી ગંદકીની સમસ્યા નિવારવા માટે ટ્રેક્ટર મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

 

(5:21 pm IST)