Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

આણંદ:અગાઉ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

આણંદ : આણંદ શહેરની એક સગીરાને આજથી લગભગ સાડા ચાર વર્ષ પૂર્વે નાપા તળપદ ગામનો એક યુવક એક યુવતીની મદદગારીથી આણંદ ખાતેથી ભગાડી લઈ ગયા બાદ સગીરા સાથે દુષ્કર્ણ આચરવાના બનાવમાં આણંદની કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્શને તકસીરવાન ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા અને રૂા.૨૦ હજારનો દંડ ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે દૂધની ડેરી પાસે રહેતો વિપુલ ઉર્ફે ભોલો કમલેશભાઈ  પટેલ ગત તા.૪-૦૩-૨૦૧૭ના રોજ બપોરના સુમારે આણંદ શહેરની એક સગીરાને કસ્તુરબા હાઈસ્કુલ બળીયાદેવ વડ નજીકથી મોટરસાયકલ ઉપર બેસાડી નાપા તળપદ મુકામે પોતાના ઘરે લઈ ગયો હતો. બાદમાં આ સગીરાને ઘરના ઉપરના માળે લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સગીરાએ પરિવારની મહિલા વર્ષાબેન પટેલને જાણ કરતા તેણીએ સગીરાને દવા ગોળી લાવી આપીશ તેમ જણાવી વિપુલ ઉર્ફે ભોલાને સગીરાને પરત મુકવા જણાવ્યું હતું. જેથી વિપુલ ઉર્ફે ભોલો સગીરાને પરત મુકવા આવતો હતો ત્યારે રસ્તામાં એક ખેતરમાં તેણે ફરીથી સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેણીને આણંદ ખાતે મુકી ગયો હતો. જે અંગે સગીરાએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિપુલ ઉર્ફે ભોલો કમલેશભાઈ પટેલ અને વર્ષાબેન જશભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી પાડયા હતા. બાદમાં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસ આણંદના સ્પેશ્યલ પોક્સો જજ અને બીજા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ૧૪ સાક્ષીઓ અને ૨૪ દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કર્યા બાદ ન્યાયાધીશે પુરાવાના આધારે વિપુલ ઉર્ફે ભોલો કમલેશભાઈ પટેલને તકસીરવાન ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા અને રૂા.૨૦ હજારનો દંડનો હુકમ કર્યો હતો. સાથે સાથે ભોગ બનનારને વળતર પેટે રૂા.૪ લાખ ચુકવવાનો પણ હુકમ કરાયો છે.

(5:22 pm IST)