Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હરીપુરા કોઝવે ફરીવાર પાણીમાં ગરકાવ

દસ થી બાર ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાય ગયો

બારડોલી : ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. તંત્ર દ્વારા ડેમની સપાટી જાળવી રાખવા માટે શનિવારથી પાણી છોડવાનું શરૂ કર્યું છે. 90 હજાર 230 ક્યુસેક પાણીની આવક સામે 72 હજાર 769 પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમની નીચાણ વાળા વિસ્તારોમાં તાપી નદીમાં પાણીની સપાટી સતત વધી રહી છે. શનિવારે સવારથી નદીમાં પાણી છોડવામાં આવતા કડોદ નજીક આવેલો હરીપુરા કોઝવે ફરી એક વખત ડૂબી ગયો હતો. આ કોઝવે ડૂબી જવાથી માંડવી તાલુકાના દસ થી બાર ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાય ગયો હતો. સાવચેતીના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા કોઝવે તરફ જવાના રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

(10:04 pm IST)