Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ગાંધીનગર મનપાની ચૂંટણીનો પ્રચાર જોરમાં: કોંગ્રેસે મોબાઇલ એપ દ્વારા તમામ મતદારોનો ડેટા એકત્ર કર્યો

મતદારોના નામ સરનામા સાથે ફોટો ઇમેજ પણ ઉપલબ્ધ :વોર્ટમાં કેટલા ટકા મતદાન થયું, કેટલા મતદારોએ મતદાન કર્યું તે તમામ બાબતો સરળતાથી મળી જશે

ગાંધીનગર મનપાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે…પહેલીવાર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે…ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો જીત ઘરે ઘરે ફરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે…ત્યારે કોંગ્રેસે આ ચૂંટણીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.અને મોબાઇલ એપ દ્વારા તમામ મતદારોનો ડેટા એકત્ર કર્યો છે.

કોંગ્રેસની આ એપની વિશેષતા એ છે કે તેમા મતદારોના નામ સરનામા સાથે ફોટો ઇમેજ પણ ઉપલબ્ધ છે.એટલે કે જે તે વોર્ટમાં કેટલા ટકા મતદાન થયું, કેટલા મતદારોએ મતદાન કર્યું તે તમામ બાબતો સરળતાથી મળી જશે…એક તરફ ભાજપ પેજ પ્રમુખને હથિયાર બનાવી રહ્યું છે…તો કોંગ્રેસે પણ ટેક્નોલોજીનો સહારો લીધો છે…જો આ પ્રયોગ સફળ રહેશે તો કોંગ્રેસ વિધાનસભા-2022માં આ એપને રાજ્યકક્ષાએ લાગુ કરશે.

(12:16 am IST)