Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

વડોદરામાં વિધર્મી સગા ભાઈઓએ માતાના નગ્ન ફોટા વાઈરલ કરવા ધમકી આપી પુત્રી પર પણ દુષ્કર્મ આચર્યુ

બંને ભાઈઓએ યુવતીને ગર્ભપાતની ગોળી ખવડાવીને ગર્ભપાત કરાવ્યો ;ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થતાં પોલીસે બંને આરોપીઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી

વડોદરા :  શહેરના ગોત્રી વિસ્તારમાં માતા-પુત્રીના નગ્ન ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપીને વિધર્મી સગા ભાઈઓએ દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વિધર્મી ભાઈઓએ દુષ્કર્મ આચરતા યુવતી ગર્ભવતી બની હતી. જેથી બંને ભાઈઓએ યુવતીને ગર્ભપાતની ગોળી ખવડાવીને ગર્ભપાત કરાવ્યો હતો. સમગ્ર ઘટના પગલે વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થતાં પોલીસે બંને આરોપીઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરવા આવી છે.

ફરિયાદ પ્રમાણે, મહિલાનો બે ભાઈઓમાંથી એક વિધર્મી યુવાન સાથે ઘણા લાંબા સમયથી શરીર સબંધ હતો. પરંતું બાદમાં માતાનો અશ્લિલ ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી તેની દીકરીને પણ શરીર સબંધ બાંધવા માટે મજબૂર કરી દુષ્કર્મ આચર્યું હતું. મહત્ત્વનું છે કે, વિધર્મી ભાઈઓએ મહિલાનો સ્નાન કરતો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતુ.

વિગતો પ્રમાણે, વડોદરામાં રહેતી ત્રણ સંતાનોની માતા તેના પાડોશમાં રહેતી એક પરપ્રાંતીય વિધર્મી મહિલાના સંપર્કમાં આવી હતી. આ વિધર્મી મહિલાના ઘરે તેનો ભાઈ પણ આવતો હતો. વિધર્મી મહિલાનો ભાઈ માનું આ મહિલાના પરિચયમાં આવ્યો હતો. પરીચય આગળ વધતા વિધર્મી ભાઈ બહેન આ મહિલા પાસે વારંવાર ઉછીના પૈસા માગતા હતા. ત્યારે મહિલાને ખબર પડી કે, માનુનું નામ ઈકબાલ અન્સારી છે.

મહિલાને ત્યાં મોનુની અવર જવર વધવા લાગી હતી. ઈકબાલ ફર્નિચરનું કામ કરતો હોવાથી આ મહિલાએ એકવાર મંદિર બનાવવા માટે ઘરે બોલાવ્યો હતો. ત્યારથી તેની અવરજવર વધારે વધી ગઈ. મંદિર બનાવી આપવાના બહાને તેણે મહિલા સાથે સબંધ વધારી દીધા હતા. ત્યાર બાદ તેણે પરાણે મહિલાને શરીર સબંધ બાંધવા માટે મજબૂર કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ પછી માતાનો વીડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપીને તેની દીકરી સાથે પણ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવતીને ગર્ભ રહી જતા આ વિધર્મીઓએ ગર્ભપાત કરાવી દીધો હતો. આખરે માતાએ હિંમત કરી આ ઘટનાની જાણ તેના પતિને કરતા પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસ દ્વારી ઈકબાલ ઉર્ફે માનુ નસરૃલ્લા અન્સારી અને મહોરમ નસરૃલ્લા અન્સારી (બંને રહે.ભાથીજી નગર, ચંદ્રમૌલેશ્વર પાછળ, ગોત્રી મૂળ રહે. બરવા,કુશીનગર, યુપી) સામે ગુનો નોંધવામાં આવ્યો છે

(3:35 pm IST)