Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

બીલીમોરા પાસેના દરિયાઈ કાંઠે મૃત ડોલ્ફિન માછલી તણાઈ આવતા લોકોના ટોળા ઉમટ્યા

અંદાજિત 15 ફૂટ લાંબી અને 4000 કિલો વજન ધરાવતી આ મહાકાય માછલી ડીકમ્પોઝ હાલતમાં દરિયાકાંઠે પડી

બીલીમોરા નજીક કાંઠા વિસ્તારના દરિયા કિનારે આવેલા ભાડ ગામે ડોલ્ફિન માછલી દરિયાના પાણીમાં તણાઈ આવી હતી. જોકે, આ માછલી મૃત હાલતમાં તણાઈ આવી હતી. આ માછલીને જોવા લોકોનું ટોળું દરિયા કાંઠે ઉમટી પડ્યું હતું.

સૌથી વધુ ચતુર અને સ્માર્ટ ગણવામાં આવતી મહાકાય ડોલ્ફિન માછલી આ વિસ્તારમાં સૌપ્રથમ વખત જોવા મળતા દરિયા કિનારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. દરિયાના પાણીમાં અકસ્માતે તણાઈ આવેલી આ માછલી મૃત હાલતમાં જોવા મળી હતી. અંદાજિત 15 ફૂટ લાંબી અને 4000 કિલો વજન ધરાવતી હોવાનું મત પર્યાવરણ પ્રેમી દર્શાવી રહ્યા છે. આ મહાકાય માછલી ડીકમ્પોઝ હાલતમાં દરિયાકાંઠે પડી હતી. જેથી ગામના સરપંચ અને આગેવાનો દ્વારા આ માછલીને દફનાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

  સામાન્ય ડોલ્ફિન આશરે 2 મીટર સુધી ઉપર ઉછળે છે. બંને જડબાં 100-200 શંકુ દાંત ધરાવે છે. ડોલ્ફિન 40 કિલોથી 3 ટન વજનથી હોઈ શકે છે. ડોલ્ફિનનું નાનું નિર્દેશિત માથું અને વિસ્તૃત શરીર હોય છે. તેઓ ખૂબ હોંશિયાર અને મજબૂત છે. ડોલ્ફિનની કેટલીક જાતિઓ બીકના રૂપમાં ખેંચાય છે. ડોલ્ફિન્સનો મગજ ખૂબ મોટો છે. કદમાં, તે માનવ મગજને પાર કરે છે. ડોલ્ફિન ખૂબ જ સ્માર્ટ પ્રાણી છે. ડોલ્ફિન લગભગ તમામ સમુદ્રો અને મહાસાગરમાં જોવા મળી શકે છે. તેમને ફક્ત સમુદ્રના ખૂબ જ ઠંડા પાણીમાં અને મહાસાગરોમાં મળવું અશક્ય છે.

(3:59 pm IST)