Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પલસી ગામની સીમમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડતી SOG ટીમ :એક વોન્ટેડ જાહેર

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંથી એક શખ્સને વિસ્ફોટક પદાર્થ સાથે એસઓજી પોલીસે પકડી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર તા.23 ઓક્ટોમ્બરે સાંજે એસઓજી ટીમે બાતમીના આધારે હિમકર સિંહ જીલ્લા પોલીસ અધિક્ષક નર્મદાની સુચના તેમજ માર્ગદર્શન ના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી. જાટ એસ.ઓ.જી. નર્મદા તથા એસ.ઓ.જી. શાખાનાં સ્ટાફ ઘ્વારા પલસી ગામની સીમમાંથી જયપ્રકાશ સુરેશ કુશવાહા( હાલ રહે. મોવી ચોકડી તા.નેત્રંગ જી.ભરૂચ મુળ રહે.વિશ્રામપુર તા.નૌતન જી.શિવાન ( બિહાર ) નાને ગેરકાયદેસર વિસ્ફોટક મુદ્દામાલ ( ૧ ) જીલેટીન સ્ટીક નંગ - ૫૬ કિ.રૂ .૩૩૬૦ તથા ( ૨ ) ડીટોનેટર નંગ -૫૩ ની કીમત રૂ .૫૩૦- તથા ( ૩ ) સેમસંગ કંપનીનો મોબાઇલ કી.રૂ. ૫૦૦ તથા ( ૪ ) ફોર્ડ કંપનીનુ ટ્રેક્ટર કિ.રૂ .૧,૦૦, ૦૦૦ મળી કુલ કિમત રૂ . ૧,૦૪,૩૯૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા આ મુદ્દામાલ લાવી આપનાર દશરથભાઈ પટેલ( રહે.સુરત તા.જી.સુરત )ને વોન્ટેડ જાહેર કરી રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

(9:25 am IST)