Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

શિયાળાની શરૂઆતમાં માવઠાને કારણે કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાનનો ભય

ધોરાજી, વીરપુર, મંડલિકપુરમાં તેમજ મોરબીના હળવદ, માળિયા તથા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા સલાયાના ગ્રામ્ય પંથકમાં માવઠું

અમદાવાદ :સપ્ટેમ્બરમા વરસાડે ઘડબડાટી બોલવતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદે વિરામ લેતા શિયાળો શરૂ થયો છે. પરંતુ હજી પણ સતત માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતાઓ ઓછી થઈ નથી. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને માવઠાને લીધે નુકસાન થવાની ભિતી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, વીરપુર, મંડલિકપુરમાં તેમજ મોરબી જિલ્લાના હળવદ, માળિયા તથા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા સલાયાના ગ્રામ્ય પંથક ઉપરાંત કાંકરેજ તાલુકાના થરામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

(11:07 am IST)