Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

શિયાળાની સીઝન શરૂ થતા કોરોના અને સ્વાઈનફ્લુ મામલે તકેદારી રાખવી જરૂરી

મોટા ભાગના શહેરોમાં શરદી અને કફની ફરિયાદો વધી : ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો કહેર વધ્યો

અમદાવાદ : શિયાળાની સિઝન શરૂ થતાં જ આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના અને સ્વાઈનફ્લુ અંગે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. આ વખતના શિયાળામાં આ બંને સંક્રમણ વકરી શકે તેવી દહેશત છે. ગયા વર્ષે પણ દિવાળી પછી કોરોનાના કેસો ઝડપી વધ્યાં હતાં. જેની સંભાવના આ વખતે નકારી શકાય તેમ નથી. જો કે કેન્દ્ર કે રાજ્ય સરકારે હજી સુધી શિયાળાની કોરોનાને લગતી કોઈ ગાઈડલાઈન હજી સુધી આપી નથી. નવરાત્રિ પછી રાજ્યના મોટા ભાગના શહેરોમાં શરદી અને કફની ફરિયાદો વધી છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા હાહાકાર મચાવી રહ્યાં છે. હાલમાં સિઝનલ કફ અને શરદીના દર્દીઓ વધી રહ્યાં છે. જેથી લોકોએ તકેદારી રાખવી જરૂરી બને છે.

(11:07 am IST)