Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

'હું સક્ષમ છું: એટલે ટિકિટ મને જ મળવી જોઇએ એવો આગ્રહ ન રાખે!': પાટીલ

જેમને ટિકિટ મળે એમણે પાતાના માટે અને ન મળે તો જેને મળી છે એને જીતાડવા મહેનત કરવાની રહેશે.'

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ર૦રરમાં યોજાનારી ચૂંટણી માટે

ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી ઈલેકશનમાં મોડસાથે તૈયારીઓ આરંભી

દીધી છે. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે

આગામી ચૂટણીમાં નવા એકસો ચહેરાને મેદાનમાં ઉતારવા અને આ ચહેરામાં એવા કે, કાર્યકરોની પસંદગી થઇ શકે એવા સંકેતો આપ્યા આપ્યા પછી વધુ એક સ્પષ્ટતા કરી છે.

વર્તમાન ધારાસભ્યોને પડતાં નહીં મૂકાય એવો આડકતરો સંકેત આપનાર પાટીલે આજે અવું કહ્યું છે કે, 'આગામી ચૂંટણીમાં હું સક્ષમ છું, એટલે ટિકિટ મને જ મળવી જોઇએ અવો કોઈએ આગ્રહ રાખવો નહીં. જેમને ટિકિટ મળે એમણે પાતાના માટે અને ન મળે તો જેને મળી છે એને જીતાડવા મહેનત કરવાની રહેશે.'

પારડી વિધાનસભા વિસ્તારના પેજકમિટી અનેઙ્ગપેજ પ્રમુખોને આઇકાર્ડ વિતરણ સમારોહમાં પ્રમુખે એમ જણાવ્યું કે 'ગુજરાતના કાર્યકરોની પેજકમિટી અને પેજ પ્રમુખોની તાકાતની ચર્ચા હવે આખા દેશમાં થઇ રહી છે. અન્ય રાજયોમાંથી કાર્યકરો તેનો અભ્યાસ કરવા આવી રહ્યા છે. આપણા ધારાસભ્યોને પણ ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામો પછી તેની તાકાતનું જ્ઞાન મળ્યું છે. તેમણે ઉમેર્યુ કે, પેકકમિટીએ કોઇ તાકાત નથી, પણ એક સિસ્ટમ્સ છે અને એ સિસ્ટમમાં કાર્યકર્તાઓની ફૌજ છે. કાર્યકર્તાઓ ભાજપની મૂડી છે. આ કાર્યકર્તાની તાકાતના પરિણામો જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા અને પાલિકાની ચૂંટણીમાં જોવા મળ્યા છે. તેમણે ઉમેયું કે, આ કાર્યકર્તાઓ જ પ્રજાની વચ્ચે જતાં હોય છે. પ્રજાને પક્ષ કે જનપ્રતિનિધિ માટે કોઇ ગેરસમજ કે મુશ્કેલી હોય તો એ દૂર કરવા મથામણ કરે છે. કોઇ ભૂલ થઇ હોય તો ઉમેદવાર વતીથી એની ખ્યાલ બહાર જનતાની માફી માગી લેતો હોય છે. આ કાર્યકર્તાની મહેનતથી મતદાર છેક મતદાન મથક સુધી આવીને મત આપતો હોય છે. એટલે કાર્યકર્તાનું કોઇ અપમાન કરશે એ ચલાવી લેવાશે નહીં.

'એ ટેબલેટ ઘરે છોકરાઓને રમવા માટે આપ્યા નથી!'

કેવડિયા કોલોની ખાતે યોજાયેલી પ્રદેશ કારોબારીમાં ઉપસ્થિત ધારાસભ્યો, સાંસદો સહિતના પદાધિકારીઓને ભાજપ તરફથી એક વિશિષ્ટ સોફ્ટવેર સાથેના ટેબલેટ અપાયા હતા. આ ટેબલેટ થકી કારોબારી પેપરલેસ યોજાઇ હતી. પરંતુ આ પછી રાજયભરમાં ચાલી રહેલા સંગઠનાત્મક બેઠકો, કાર્યક્રમોમાં કોઇ સાંસદ કે ધારાસભ્ય, પદાધિકારીઓના હાથમાં આ ટેબલેટ દેખાતા નથી એના અંગે આજે પ્રદેશ પ્રમુખે ખાસ ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, પક્ષે એ ટેબલેટ ઘરે છોકરાઓને રમવા માટે આપ્યા નથી. એમાં રોજે રોજનો જનપ્રતિનિધિ કે પદાધિકારીનો પ્રવાસ, બેઠકોની વિગતો, કાર્યક્રમો વગેરે બાબતોને અપડેટ કરીને મૂકવાની છે.(૨૩.૧૫)

MLA, MP પ્રવાસ અંગે વિસ્તારના

વોટસએપ ગ્રૂપમાં જાણ કરે

પ્રમુખ પાટીલ સમક્ષ સંખ્યાબંધ ધારાસભ્યો, સાંસદો મતવિસ્તારમાં પ્રવાસ કરતા ન હોવાની તેમજ સંગઠનના કાર્યકરો, આગેવાનોને સાથે ન રાખતા હોવાની ફરિયાદો મળી છે. આ ફરિયાદોને ગંભીરતાથી લઇને આજે પારડીથી રાજયભરના જનપ્રતિનિધિઓને સંદેશો સાપ્યો છે કે, ધારાસભ્યો, સાંસદો પોતાના મતવિસ્તારોમાં સંગઠનના કામકાજ અર્થ જાય ત્યારે જે-તે સંગઠનના હોદેદારો અને આગેવાનોને વ્હોટ્સએપ ગ્રૂપમાં જાણ કરવાનું રાખો એટલે પોતાના મતવિસ્તારમાં નેતાઓ આવતા જ નથી તે ફરિયાદ દૂર થઈ જાય.

(12:18 pm IST)