Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સલામત અને સુરક્ષિત શહેર માટે સુરતની પસંદગી કરતું કેન્દ્ર

કઈ કઈ બાબતો એવોર્ડ સુધી પોચાડવામાં નિમિત્ત બની તેની રસપ્રદ કથા : દિલ્હીથી શહેરી વિકાસ અને શહેરી નિર્માણ દ્વારા પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને એવોર્ડ સ્વિકારવા નિમંત્રણ આપતા, સર્વત્ર હર્ષ

રાજકોટ તા. ૨૫:  રાજય સરકાર બાદ હવે કેન્દ્ દ્વારા પણ સુરત શહેરને અન્ય શેહેરોની તુલનાએ ખૂબ જ સલામત અને સુરક્ષીત શહેર માટે કેન્દ્ર દ્વારા પસંદગી કરવામાં આવતા સુરત સહિત સાઉથ ગુજરાતમાં તમામ સ્તરના લોકો ખુશખુશાલ બનવા સાથે પોલીસ કમિશનર અજયકુમાર તોમર પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.                                         

અત્રે યાદ રહે કે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા પોતાના વિશાળ અનુભવ આધારે લોકોને સીધા અસર કરતા પ્રશ્નો અંગે એક ખાસ રણનીતિ બનાવી તેમાં સહુથી ટોચ અગ્રતા આપી સુરતને ડૃગ્સ મુકત કરવાની,સુરત પોલીસ દ્વારા પણ આ પ્રાથમિકતા સ્વીકારતા ઝુંબેશ સફળ રહી. વડીલોની સુરક્ષા, નાના માસૂમ બાળક ગુમ થવાના પ્રસંગે પોલીસ ફોજ કામે લગાડવી, લોન લઈને લીધેલ આર્થિક રીતે નબળા અને માધ્યમ વર્ગના લોકોના બાઈક ચોરતી ગેંગ સામે તવાય, સહુથી વિશેષ પોતે ખૂબ મોટા અફસર છે તેવો ભાર રાખ્યા વગર માનવીય અભિગમ રાખી જીવત સંપર્ક આ બધા ગુણ સાથે સ્થાનિક પોલીસ સાથે ડીસીબી અને એસઓજીની સક્રિયતા પણ કાબિલે દાદ અને આ બ્રાન્ચ દ્વારા પણ સમાજના  સજજન લોકો સાથે સીપીનું સર્કલ ટુંકુ ન થાય તેવા પ્રયત્નો આના મૂળમાં છે, આ બધા મુદ્દા પણ મૂળમાં છે.

(2:51 pm IST)