Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઝુલાસણ ગામની સીમમાંથી પોલીસે બાતમીના આધારે 25 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

કડી: કડીના ઝુલાસણ ગામની સીમમાં રાજસ્થાનના શખ્સો દ્વારા થઇ રહેલા વિદેશી દારૃના કટીંગ સમયે નંદાસણ પોલીસ ત્રાટકી હતી.પોલીસે ઓચિંતી રેડ કરી રૃપિયા ૨૫ લાખનો વિદેશી દારૃ સહિત ૫૫.૩૫ લાખના મુદ્દામાલ સાથે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નંદાસણ પોલીસ મથકનો રાજેન્દ્રસિંહ કિરવતસિંહ ,સંજયસિંહ અજિતજી સહિતનો સ્ટાફ  પેટ્રોલિંગમાં હતા ત્યારે ઝુલાસણ નજીક આવતા એક સફેદ કલરની આઈ ૨૦ ગાડી પાનસર-ઝુલાસણ રોડ ઉપરથી ઝુલાસણ ગામ તરફ આવતી હોવાથી તેને ચેક કરવા ઉભી રાખવા ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી દીધી હતી. જેનો પોલીસ દ્વારા પીછો કરતા તેને ઝડપી પાડી હતી.ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી  વિદેશી દારૃ મળી આવ્યો હતો. અને ગાડીમાંથી એક શખસ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો પોલીસને હાથતાળી આપી ભાગી છુટયો હતો.તો બીજી બાજુ ખુલ્લા ખેતરમાં દારૃની કટીગ થઈ રહ્યું હોવાનું પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પોલીસની ગાડી જોઇ કેટલાક શખસો ત્યાથી ભાગી છુટયા હતા. જ્યારે ખેતરમાંથી  ડમ્પરમાં બાજુમાં પડેલ નાની ગાડીઓમાં વિદેશી દારૃ ભરેલો હતો.પોલીસે  રૃ.૨૫,૦૪,૧૧૪નો વિદેશી દારૃ અને ઇનોવા,ક્રેટસ્વીફ્ટ,ડમ્પર,આઈ ૨૦ સહિતની ગાડીઓ અને મોટર સાયકલ તથા મોબાઇલ મળી કુલ રૃ.૫૫,૩૫,૧૧૪નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:29 pm IST)