Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

મોડાસાના મેઘરજ રોડ નજીક છેલ્લા ત્રણ દિવસમાં ચોરીની બીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ

મોડાસા: મોડાસા નગરના મેઘરજ રોડ ઉપર છેલ્લા ત્રણ દિવસમાં ચોરીની બીજી અને નગરમાં છઠ્ઠા ચોરીના બનાવથી ફફડાટ ફેલાયો છે. ગત શુક્રવારની રાત્રીએ મેઘરજ રોડ ઉપર આવેલ એક ઈલેકટ્રીક દુકાનના શટરનું તાળું તોડી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકાયો છે.દુકાનમાં પ્રવેશેલ તસ્કરોએ સર સામાન વેર વિખેર કરી નાખી કાઉન્ટરમાં પડેલ રોકડ ઉઠાવી ગયા હતા.

 શહેરના  મેઘરજ રોડ ઉપર અગાઉ કરીયાણાની ત્રણ દુકાનના તાળા તોડી અંદાજે રૂપિયા ૫૦ હજારની તસ્કરી કર્યા બાદ બેખૌફ થયેલા તસ્કરોએ ગુરૂવારની રાતરે લીઓ પોલીસ ચોકી નજીક આવેલ અજન્ટા કોમ્પલેક્ષની બે દુકાનોના તાળા તોડી નાખ્યા હતા. જયારે શુક્રવારની રાત્રીને નગરના મેઘરજ રોડ ઉપર આવેલ કુંદન ઈલેકટ્રીક અને રીપેરીંગ નામની દુકાનના શટરનું તાળુ તોડી અંદર પ્રવેશેલા તસ્કરે દુકાનનો સરસામાન વેર વિખેર કરી નાખ્યો હતો. જયારે દુકાનના કાઉન્ટરમાં રખાયેલ નોટો સહિત પરચુરણ મળી રૂ.૨૫૦૦ થી વધુની રોકડ આ તસ્કરે ચોરી લીધી હતી. જોકે આ ચોરીની ઘટનાને લઈ ટાઉન પોલીસ સ્ટેશને પુછતાં કોઈ ફરીયાદ નહી નોંધાઈ હોવાનું પીએસઓ એ જણાવ્યું હતું. નગરમાં ૩ દિવસમાં ચોરીના છઠ્ઠા બનાવથી વેપારીઓ,રહીશોમાં ફફડાટ ફેલાયો છે. અને પોલીસ પેટ્રોલીંગ વધારવા અને બંધ કરાયેલ ચેક પોસ્ટ ફરી શરૂ કરવા માંગ ઉઠી છે.

(5:30 pm IST)