Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

વડોદરા:ચપ્પલ બનાવવાના કારખાનાની આડમાં ચરસનો વેપલો ચલાવનાર બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

 વડોદરા:જી.એસ.એફ.સી. થી ઓમકારપુરા ચાર રસ્તા તરફ જતા  રોડ પર તળાવ સામે આવેલા  ચપ્પલ બનાવવાના કારખાનાની આડમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા આરોપીને છાણી પોલીસે ઝડપી પાડયો છે.પોલીસે ૩૦૩ ગ્રામ ચરસ કબજે લીધુ છે.ચરસ લેવા આવનાર ટ્રક ડ્રાયવર પણ  પોલીસના સકંજામાં આવી  ગયો હતો.ચરસ વેચાણ આપનાર બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

છાણી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે  દરમિયાન માહિતી મળી હતી કે,જી.એસ.એફ.સી. થી ઓમકારપુરા ચાર રસ્તા તરફ જતા  રોડ પર તળાવ સામે આવેલા  ચપ્પલ બનાવવાના કારખાનામાં આરોપી જસ્મિન દિનેશભાઇ ગજેરા ચરસ અને અફિણનો ધંધો કરે છે.જેથી,જરૃરી કાર્યવાહી કરી છાણી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી  હતી.પોલીસે મકાનના ઉપરના માળે જઇને તપાસ કરતા ચરસ લેવા આવેલો  ટ્રક ડ્રાયવર  સુરેન્દ્રસીંગ બલદેવસીંગ સૈની (રહે.ધનકુવા સોસાયટી,કરયિયારોડ,બાજવા ) મળી આવ્યો હતો.

પોલીસે મકાનમાં તપાસ કરતા બારીની નજીક ટેબલ પરથી ચરસ મળી આવ્યું હતું.આ અંગે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,એક મહિના પહેલા પોતાના મિત્ર  પાર્થ  પ્રદિપભાઇ કાલે (રહે.સેફ્રોન બ્લીસ,પ્રિત બંગલો  પાસે છાણી કેનાલરોડ)  સાથે ઓલ્ડ પાદરારોડ પર  ગયો હતો.તે સમયે યાકુતપુરામાં રહેતા શાહનવાઝ ઉર્ફે શાનુ શેખ પાસેથી લીધો હતો.પોલીસે ૩૦૩.૦૮ ગ્રામ ચરસ કિંમત રૃપિયા ૪૪,૪૬૫,રોકડા ૧૧,૬૦૦,બાઇક  અને મોપેડ મળીને કુલ  રૃપિયા ૧.૫૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,આરોપી છેલ્લા અઢી મહિનાથી ચરસનો ધંધો કરતો હતો.પોલીસે પાર્થ અને શાહનવાઝને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

 

(5:41 pm IST)