Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

અમદાવાદના સિંધુ ભવન રોડ પર DCPએ સપાટો બોલાવ્યા :એક જ રાતમાં 213 લોકો સામે કર્ફ્યૂ ભંગના ગુન્હાઓ દાખલ

અત્યાર સુધીના સૌથી વધુ કર્ફ્યૂ ભંગના કેસ અમદાવાદ શહેરમાં માત્ર 6 કલાકમાં નોંધાયા

અમદાવાદના સિંધુ ભવન રોડ પર DCP એ સપાટો બોલાવ્યો હતો. ગતરોજ નાઈટ દરમિયાન 12 થી સવારના 6 વાગ્યા સુધીમાં 213 લોકો સામે કફર્યૂં ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કર્ફ્યૂ ભંગના કેસ અમદાવાદ શહેરમાં માત્ર 6 કલાકમાં નોંધાયા હતા.

ગુજરાતમાં કર્ફ્યૂનો પોલીસ દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. નિયત સમય મર્યાદામાં દરેકને નિયમનું પાલન કરવાનું હોય છે. પણ કેટલાક લોકો આ નિયમનું પાલન કરતા નથી ત્યારે પોલીસ કાર્યવાહી કરવી પડે છે. આ બધાની વચ્ચે અમદાવાદના એક ડીસીપીએ નાઈટ દરમિયાન સમગ્ર રાજ્યના રેકોર્ડ બ્રેક કર્ફ્યૂ નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરી છે.

આ અંગે ઝોન 3ના ડીસીપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં કર્ફ્યૂના સમય દરમિયાન જે લોકો વગર કારણ બહાર ફરી રહ્યા હતા. તેમની સામે કાર્યવાહી કરી છે. કુલ 213 કેસ એક જ રાતમાં અમદાવાદ શહેરમાં કર્યા છે.

(7:02 pm IST)