Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

હવે અમદાવાદીઓએ વાહન પાર્કનો ચાર્જ ચૂકવવો પડશે : નવી પાર્કિંગ પોલિસી મંજુર

સોસાયટી બહાર વાહન પાર્ક કરતા માલિકોને ચાર્જ ચુકવવો પડશે: ઓન સ્ટ્રીટ પાર્કિંગ- રસ્તા પર જ પાર્કિગની સુવિધા મળશે : ઇલેક્ટ્રિક વાહનોને 3 વર્ષ સુધી છૂટ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામા આવેલી પાર્કીગ પોલીસીને સરકારે મંજુરી આપી દીધી છે જેના કારણે હવે આગામી દિવસોમા મહાનગર પાલિકા દ્વારા તેનુ અમલીકરણ કરવાની દીશામા કાર્યવાહી હાથ ધરાઇ છે..આગામી દિવસોમા કોર્પોરેશન દ્વારા પાર્કીગ માટેના વિવિધ દર નક્કી કરાશે  જેથી શહેર વાહન પાર્ક કરવું લોકો ને મોંઘું પડશે

એક મહિનાની મુદતમાં નાગરિકોએ પોતાના વાંધા કે સુચનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સમક્ષ રજૂ કરવાના હતા પણ આ મુદતમાં એકપણ નાગરિક દ્વારા વાંધા સુચનો આપવામાં આવ્યા ન હતા પણ માત્ર બે સંસ્થાઓ દ્વારા પોતાના વાંધા સુચનો રજુ કરવામાં આવ્યા હતા.તે માન્ય રાખ્યા નહતા પાર્કીંગ પોલીસીમા એક મુદો શહેરીજનોએ વાહન ખરીદી કરતાં પહેલાં પાર્કિગનું પ્રૂફ આપવું ફરજિયાત કરવાની જોગવાઇ હતી જે  સ્ટેન્ડિંગ કમિટીએ આ ક્લોઝને રદ કરી દીધો હતો. અને બાકીની જોગવાઇઓ યથાવત રાખી સરકારની મંજુરી માટે મોકલી આપવામા આવ્યો હતો જેને સરકારે મંજુરી આપી દીધી છે.

નવી પાર્કિગ પોલિસીમાં વિસ્તાર પ્રમાણે પાર્કિંગ ચાર્જ.વાહનોના પ્રકાર પ્રમાણે ચાર્જ. અમુક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવા .પે એન્ડ પાર્ક વધારવા.કોઇ પણ વ્યક્તી રોડ પર પાર્ક કરે તો પાર્કિંગ ચાર્જ લેવામાં આવશે.ઇલેક્ટ્રિક વાહનો વધારવા પણ મનપાના પ્રયાસો શરૂ.ઇલેક્ટ્રિક વાહનોને 3 વર્ષ સુધી નહી ચુકવવો પડે પાર્કિંગ ચાર્જ,સોસાયટી બહાર વાહન પાર્ક કરતા માલિકોને ચાર્જ ચુકવવો પડશે

અમદાવાદમાં બહારગામથી વાહન લઈ આવતા લોકોને હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ નજીક જ પાર્કિંગ અને રાઈડની સુવિધા આપવામાં આવશે. જેમાં નજીકના પાર્કિંગ સ્થળો પર વાહન પાર્ક કરી ચાલક અમદાવાદ મનપાએ ઊભી કરેલી સુવિધા મુજબ જાહેર પરિવહનમાં શહેરની અંદર મુસાફરી કરી શકશે. આવા પાર્ક એન્ડ રાઈડની જગ્યાએ ઈ બાઈક, સાઇકલ, સટલ સર્વિસ, તેમજ અન્ય સુવિધા ઊભી કરી મુસાફરી આસાન બનાવવામાં આવશે જેથી શહેરમાં પ્રાઈવેટ વાહન રસ્તા પર ઓછા દેખાવા મળશે.

નવા પાર્કિંગ માટે  આયોજન

1. ઓન સ્ટ્રીટ પાર્કિંગ- રસ્તા પર જ પાર્કિગની સુવિધા મળશે

2. ઓફ સ્ટ્રીટ પાર્કિંગ-મુખ્ય રસ્તાઓ પર પાર્કિંગ માટેના લોકેશન શોધીને 'પે એન્ડ પાર્ક' તરીકે જાહેર કરવામાં આવશે

અમદાવાદ મનપાના આદેશ શહેરમાં પરિવહન નિગમે રિક્ષા ચાલકો માટે પણ અલગથી પાર્કિગના સ્થળો નોટ કરી લીધા છે. જેમાં 3,955 પાર્કિંગ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. ઓટોરિક્ષાચાલકો અને ટ્રકચાલકો માટે મફત ઓન-સ્ટ્રીટ સ્પોટ શોધી એક સરળ વ્યવસ્થા અમલમાં મૂકવામા આવશે

થોડા સમય પહેલા કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલીસી નો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને વાધા સુચનો મંગાવાયા હતા  ,  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તા.24 એપ્રિલ 2021ના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અંગે વર્તમાન પત્રોમાં જાહેર ખબર આપવામાં આવી હતી સાથે પાર્કિગ પોલીસનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતુ. અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 460 હેઠળ જનતાના વાંધા સુચનો મેળવવા માટે પાર્કિગ પોલિસીની દરખાસ્તનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. 

(7:18 pm IST)