Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રોજગારી માટે સુરત આવેલા પરપ્રાંતિય યુવકને મોત મળ્યું

લોકોએ ચોર સમજીને મારી નાખ્યો : ચોર સમજીને થાંભલે બાંધીને માર મારતા યુવકના મોતને પગલે પોલીસે સાત લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો

સુરત,તા.૨૪ : શહેરના સચિન વિસ્તારમાં એક યુવકને તાલીબાની સજા આપવામાં આવી છે. રોટીની તલાશમાં આવેલા મહારાષ્ટ્રના યુવકને ચોર સમજી થાંભલે બાંધીને માર મારવામાં આવ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતુ. જોકે, પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી સાત લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં જાહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ વખતે સુરતના લોકોએ કાયદો હાથમાં લઇ એક યુવકને તાલીબાની સજા આપી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા શ્રીરામ નગર ખાતે ગતરોજ એક યુવકને સ્થાનિક લોકોએ ચોર સમજીને પકડી લીધો હતો. આ યુવક કાંઈ બોલે તે પહેલા લોકોએ તેને થાંભલે બાંધીને લાકડીના ફટકા અને મુક્કાઓનો વરસાદ કર્યો હતો. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. પોલીસને આ ઘટનાની જાણકારી મળતા તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે મરનાર યુવક મહારાષ્ટ્રથી રોજીરોટીની તલાશમાં સુરતના સચિન ખાતે આવ્યો હતો.

                મૃતક મિલમાં મજૂરી કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરવાનું વિચારી રહ્યો હતો. જોકે, યુવક આવીને કામ ધંધાની શોધ કરે તે પહેલા જ લોકોએ તેને ચોર સમજીને પકડી પાડી માર મારતાં તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હત્યાનો બનાવનો ગુનો દાખલ કરી લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ લોકને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ચોરીની શંકાએ યુવકને ઢોર માર મારતા મોત, સુરતના સચિનના શ્રીરામનગર વિસ્તારમાં બન્યો બનાવ, ચોરીની શંકાએ યુવકને થાંભલા સાથે બાંધી દીધો હતો, લાકડીથી ઢોર માર મારતા યુવકનું મોત. જોકે, યુવકના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે, સુરતમાં લોકો અલગ-અલગ રાજ્યોમાંથી આવી અને અહીંયા વસતા હોય છે ત્યારે આ યુવક રોજીરોટીની તલાશમાં તો આવ્યો પણ અહીંયા તેને રોજીરોટી નહીં પણ મોત મળ્યું. જોકે સમગ્ર મામલાને લઇને પોલીસ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

(8:59 pm IST)