Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

લગ્નની સીઝનમાં એસટી નિગમને ફાયદો :જાનમાં હવે ખાનગી નહીં પણ એસટી બસની પસંદગીનો નવો ટ્રેન્ડ

ચાલુ મહિનામાં જ એસટી નિગમની કુલ 546 બસ લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે ઉપયોગ : 74 લાખ 88 હજાર 509ની આવક

અમદાવાદ : રાજયમાં લગ્નની સિઝન હોવાના કારણે એસટી નિગમનો સારો ફાયદો થયો છે. ખાનગી બસોનું ભાડું મોઘું પડતા લોકો જાનમાં હવે એસટી બસની પસંદગી કરી રહ્યા છે. એસટી નિગમને ચાલુ મહિનામાં જ લગ્ન પ્રસંગે મોકલાતી બસોમાંથી 74.88 લાખની આવક થઈ છે.

ગુજરાત વાહન વ્યવહાર વિભાગને દિવાળીનો તહેવાર ફળ્યા બાદ હવે લગ્નની મોસમ પણ નિગમને આર્થિક દ્રષ્ટિએ ફળી છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગે પોતાની બસોને લગ્ન પ્રસંગે જાનમાં ભાડે આપતું હોય છે. ચાલુ મહિનામાં જ એસટી નિગમની કુલ 546 બસ લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે થયો છે, જેમાંથી 74 લાખ 88 હજાર 509ની આવક થઈ છે. સૌથી વધુ રાજ્યમાં મહેસાણા વિભાગમાં 140 બસ, હિંમતનગરમાં 46, જામનગરમાં 45, અમદાવાદમાં 43, વડોદરામાં 35, પાલનપુરમાં 37, સુરતમાં 20, રાજકોટમાં 18 બસ નોંધાઇ છે.

એસ.ટી.ની બસમાં ભાડું પ્રતિ કિલોમીટર 26થી શરૂ કરી અલગ અલગ બસ પ્રમાણે 75 રૂપિયા છે, જેની સામે ખાનગી બસ રૂપિયા પ્રતિ કિલોમીટર 40-50 વસુલવમાં આવે છે. જેથી એસ.ટી બસ પરવડે તેવી હોવાથી લોકોમાં તેના ઉપયોગનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે. એસ.ટી નિગમે 4 વર્ષ પહેલાં પોતાની બસોને લગ્ન પ્રસંગે ભાડે આપવાની યોજના બહાર પાડી હતી.

(9:41 pm IST)