Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

પંચમહાલ જીલ્લામાં મગર અને ભુંડની લડાઇનો વીડિયો વાયરલઃ ‘પાણીમાં રહી મગર સાથે વેર ન કરાય' ઉક્‍તિ ખોટી પાડી

ભુંડ લડાકુ મિજાજમાં આવી ગયો અને મગર સાથે બાથ ભરી

પંચમહાલ: પ્રાણીઓનો વીડિયો વાયરલ થતા વાર લાગતી નથી. તેમાં પણ પ્રાણીઓની કોઈ એવી અદા કેમેરામા કેદ થઈ જાય તો તે વીડિયો જોતજોતામાં પોપ્યુલર બની જાય છે. પ્રાણીઓની લડાઈના વીડિયો સૌથી વધુ વાયરલ થાય છે. આવામાં મગર અને ભૂંડની લડાઈનો વીડિયો સામે આવ્યો છે. એક નાનકડી કેનાલમાં મગર અને ભૂંડ વચ્ચે જે લડાઈ થઈ, તેમાં જીવ સટોસટનો ખેલ ખેલાયો હતો.

પ્રકૃતિથી ભરપૂર એવા પંચમહાલ જિલ્લામાંથી મગર અને ભૂંડની લડાઈનો વીડિયો સામે આવ્યો છે. નાનકડી એવી નર્મદાની મુખ્ય કેનાલમાં મગર અને ભૂંડ સામસામે આવી ગયા હતા, ત્યારે બંને વચ્ચે જીવ બચાવવો દ્વંદ્વ યુદ્ધ ખેલાયુ હતું. ‘પાણીમાં રહી મગર સાથે વેર ન કરાય’ આ ઉક્તિને ખોટી પાડતો ભૂંડ લડાકુ મિજાજમાં આવી ગયો હતો અને મગરમચ્છ સામે બાથ ભરી હતી.

મહાકાય મગરના જડબામાંથી ભારે હિંમતભેર છટકીને ભૂંડે મગરનો સામનો કર્યો હતો. અને આખરે મહાકાય મગર સામે લડાઈ કરી ભૂંડે પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પંચમહાલના કાલોલ હાલોલ તરફથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમા બનેલી ઘટના હાલ ચર્ચાના ચગડોળે ચઢી છે.

(4:08 pm IST)