Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

પોલીસકર્મી જ ધારામાં ચલાવતો હતો ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી :પિતા અને તેના પુત્રની ધરપકડ

રાજસ્થાનથી દારુનો રેલો નિકળીને અમદાવાદમાં પહોંચતો:અમદાવાદ પોલીસનો જ એક જવાન તલોદથી બનાવટી દારુનો રેલો નિકાળતો

સાબરકાંઠા જિલ્લાના તલોદતાલુકાના છત્રીસા ગામે એક પોલીસ જવાન તેના પુત્ર સાથે મળીને ડુપ્લીકેટ દારૂ બનાવતો હતો. પોલીસ કર્મી એ વતનના ઘરમાં જ ‘ગૃહ ઉધોગ’ ખોલી બનાવેલો ડુપ્લિકેટ દારૂને અમદાવાદના શરાબ શોખીનોને પૂરો પાડતો હતો. સ્થાનિક પોલીસ ને બાતમી મળતા પોલીસ પિતા અને તેના પુત્રને ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે, સાથે સાથે જ બનાવટી દારૂ બનાવવા ની મિનિ ફેક્ટરી નો સામાન પણ પોલીસે જપ્ત કર્યો છે.

તલોદ પોલીસ મથકને એક બાતમી મળી હતી જે બાતમી મુજબ એ પોલીસ જવાન પોતાના જ ઘરમાં બનાવટી વિદેશી શરાબ બનાવતો હતો. પોલીસને પહેલી નજરે આ બાતમી પર શંકા લાગી રહી હતી, પરંતુ સ્થળ પર પહોંચતા જ પોલીસની આંખો ફાટી ને પહોળી થઇ ગઇ હતી. કારણકે એક પોલીસ જવાન પોતે જ તેના પુત્ર સાથે મળીને ઘરમાં જ દારૂ બનાવવાની ની મીની ફેક્ટરી ચલાવી રહ્યો હતો.

 

પોલીસ દરોડો પાડવા માટે છત્રીસા ગામે પહોંચી ત્યારે જ્યાં પોલીસ જવાનના ઘરમાં બનાવટી વિદેશી દારૂ બની રહ્યો હતો. આ માટેની સામગ્રી જોઈએ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ૫૫૨ બોટલ બનાવટી દારૂ સ્થળ પરથી જ ઝડપી પાડયો હતો. આ સાથે પિતા-પુત્રની પણ ધરપકડ કરી લેવાઈ હતી. આરોપી પિતા પુત્ર ઘરમાં જ વિદેશી જુદી જુદી દારુની બ્રાન્ડના સ્ટિકર તૈયાર રાખતા અને એવી જ ડુપ્લીકેટ બોટલોમાં પેક કરીને સ્ટીકર ચોંટાડીને દારુની બોટલો તૈયાર કરીને અમદાવાદમાં સપ્લાય કરતા હતા.

કેએચ સૂર્યવંશી , DySP હિંમતનગરે કહ્યુ હતુ કે, આ અંગે અમને બાતમી મળી હતી. તે અંગે ખાનગી રાહે તપાસ કર્યા બાદ PSI બીએસ રાઠોડ અને તેમની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી આ પ્રકારે ઘરમાંજ દારુ બનાવવાનું કામકાજ ચાલતુ હતુ. પિતા અને પુત્ર બંની ધરપકડ કરીને કાર્યવાહી શરુ કરી છે. આ બાબતે મદદગાર અન્ય શખ્શોની પણ તપાસ હાથ ધરી છે.

આરોપી પોલીસ જવાન હાલ ફરજ મોકૂફ છે જે અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતો હતો. આ અગાઉ પણ પોલીસ જવાન રણજીતસિંહ ચૌહાણ મહીસાગર પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જે દરમિયાન તે દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ આવ્યો હતો. ત્યારબાદ ગત જુન માસથી હાલ ફરજ મોકૂફ કરવામાં આવેલો છે. ફરજ મોકુફી દરમિયાન હેડ ક્વાર્ટર પર હાજર રહેવાના બદલે ઘરે જ બનાવટી વિદેશી શરાબ બનાવી અમદાવાદમાં વેચતો હતો.

તલોદ પોલીસ ને બાતમી મળતા પોલીસે રાત્રી દરમિયાન તેના ઘરને ચોતરફથી ઘેરી લઇ દરોડો પાડ્યો હતો. તલોદ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ક્યાં અને કોને કોને આ ડુપ્લીકેટ શરાબનો ઝથ્થો સપ્લાય કરતા હતા એ પણ તપાસ હાથ ધરી છે.

રણજીતસિંહ દિપસિંહ ચૌહાણ, સ્પેન્ડેડ પોલીસ જવાન, શાહિબાગ પોલીસ હેડક્વાર્ટર,. જયદિપસિંહ રણજીત સિંહ ચૌહાણ, પુત્ર, રહે. છત્રીસા, તા. તલોદ. જી. સાબરકાંઠાની ધરપકડ કરાઈ છે

(7:28 pm IST)