Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રાજપીપળામાં BJP જિલ્લા કાર્યાલયલના ભૂમિપૂજન માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જિલ્લામાં આવશે : ઘનશ્યામભાઈ પટેલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ભાજપની કારોબારી બેઠક રાજપીપળાના ટાઉનહોલ ખાતે ઘનશ્યામભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી

બેઠકમાં કોરોના કાળ દરમ્યાન વિવિધ સંગઠનો અને કાર્યકર્તાઓ એ કરેલી કામગીરીને જીલ્લા પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ અને મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમંત્રીતો નું સ્વાગત કરી જિલ્લા પ્રમુખ ધનશ્યામભાઈ પટેલ એ સ્વાગત પ્રવચનમાં તમામ કાર્યકર્તાઓને પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવા આહવાન કર્યું હતું સાથે જ રાજપીપળામાં કમલમ નર્મદા એટલે કે જિલ્લાનું કાર્યાલય ટૂંક સમયમાં જ આકાર લેશે તેવી જાહેરાત કરી અને આ કમલમ નર્મદાના ભૂમિપૂજન માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જિલ્લામાં બે દિવસ આવશેની જાહેરાત કરી સૌ કાર્યકરોમા ઉત્સાહ વધાર્યો હતો,
 માજી મંત્રી મોતીલાલ વસાવાએ કોરોના કાળમાં જીવ ગુમાવનારા કાર્યકર્તાઓ ને શ્રધ્ધાંજલી અર્પી. માજી મંત્રી શબ્દશરણ તડવીએ રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો જેને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષા બેન વસાવાએ અનુમોદન આપ્યું હતું અને સમગ્ર કારોબારીએ તેને મંજુર કર્યો હતો. સોશીયલ મીડીયા અને આઇ.ટી.સેલ દ્વારા નર્મદા જિલ્લા ના પોતાના સોશીયલ મિડીયા પેજનું લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં તમામ સોશીયલ મીડીયા પેજનો શુભઆરંભ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો ટ્વીટર 'ફેસબુક,ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડીયા માં હવે નર્મદા BJP સક્રિય રહેશે.છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ પીએમ મોદીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી આ તમામ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા હાકલ કરી હતી.જીલ્લા પ્રભારી સતિષભાઈ પટેલ એ કાર્યકર્તાઓ ને સંબોધન કર્યું હતું,
જીલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ એ જિલ્લાના તમામ પાંચ તાલુકાના તાલુકા પ્રમુખ પાસે થી તાલુકામાં થયેલા સેવાકીય કાર્યો ની માહિતી મેળવી આગામી સમયમાં અભ્યાસ વર્ગો સારી રીતે પાર પડે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.સાંસદ મનસુખભાઈ વસાવા એ સહુ કાર્યકર્તા ઓને હજી વધુ સંઘટિત થઈ પાર્ટી માં વધુ કામ કરવાની હાકલ કરી હતી.આ કાર્યક્રમ નું સફળ સંચાલન યુવા કાર્યકર અને મહામંત્રી નીલ રાવ એ કર્યું હતું

(11:01 pm IST)