Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં: ગુજરાતમાં માતા -બહેનો માટે સુરક્ષિત વાતાવરણ : પીએમ મોદી

વડોદરાથી પીએમ મોદીએ રેલીને સંબોધન કરતા કહ્યું આ વખતે ગુજરાતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે.

વડોદરાથી પીએમ મોદીએ રેલીને સંબોધન કરતા કહ્યું કે, આ વિકસિત ગુજરાત નરેન્દ્ર પણ નહીં બનાવે, ભૂપેન્દ્ર પણ નહીં બનાવે. આ ગુજરાતના નાગરિકો ગુજરાતને વિકસિત બનાવશે, ગુજરાતના કોટિ-કોટિ નાગરિકો વિશ્વના સમૃદ્ધ દેશના જેટલા પણ માપદંડ હોય એ બધા જ માપદંડમાં ગુજરાત પણ પાછળ ના હોય એવું વિકસિત ગુજરાત બનવું જોઈએ. તમે મને સત્તા પર નથી બેસાડ્યો. તમે મને સેવાનું કામ સૌંપ્યું છે અને હું એક સેવાદાર તરીકે કામ કરું છું.

  આ વખતે નરેન્દ્ર-ભૂપેન્દ્ર બધાં રેકોર્ડ તોડવાના છે. આ વખતે ગુજરાતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે. દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં છે. ગુજરાતમાં માતા-બહેનો માટે સુરક્ષિત વાતાવરણ છે. કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં ભયનું વાતાવરણ હતું. વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદને જોડતો એન્જિનિયરિંગ કોરીડોર બનશે. 8 વર્ષ પહેલા અર્થવ્યવસ્થા દસમા નંબરે હતી, આજે પાંચમાં નંબરે છે

(11:23 pm IST)