Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સુરતમાં ચાર લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે ધંધાર્થીને બે વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં કોરોનાકાળમાં હાથ ઉછીના લીધેલા રૃ.4 લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપી ટેક્ષટાઈલ ટ્રેડર્સને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મનેષકુમાર એમ.શુક્લએ દોષી ઠેરવી બે વર્ષની કેદ,આરોપી 4 લાખનો દંડ જમા કરાવે તો ફરિયાદીને રૃ.4લાખ વળતર ન ચુકવે તો તો વધુ 6 માસની કેદની સજા ફટકારી છે.

ફરિયાદી કન્સ્ટ્રકશન કોન્ટ્રાકટર રવિ મનજી ડુંગરાણી(રે.શ્યામ વીલા ફ્લેટ્સ, સિંગણપોર કોઝ-વે)ને ટેક્ષટાઈલના ધંધા સાથે સંકળાયેલા આરોપી રાજેશ અલુગરામ મોર્ય (રે.સાંઈબાબા સોસાયટી,પાંડેસરા) સાથે મિત્રતાના સંબંધ હોઈ વર્ષ-2020માં કોરાના મહામારીના લીધે આર્થિક સંકડામણને લીધે વર્ષ-2021માં રૃ.4 લાખ હાથ ઉછીના લીધા હતા.જે લેણાં નાણાંની ચુકવણીની જવાબદારી પેટ પ્રોમિસરી નોટ તથા ચેક લખી આપ્યા હતા.માર્ચ-2021માં આરોપીએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે રૃપિયાની સગવડ થઈ ગઈ હોઈ અમે લખી આપેલા ચેક તમારા ખાતામાં નાખીને લેણી રકમ વસુલ કરી લેજો. પણ તે ચેક રીટર્ન થતા કોર્ટ ફરિયાદ નોંધાવાઇ હતી.

(6:00 pm IST)