Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

અમદાવાદની સાબરમતી જેલમાં 200 ફુટ લાંબી ટનલ ખોદીને ભાગી છુટવાનો પ્રયાસ કરનાર કેદીઓ સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટની છૂટ

એન્‍જીનિયરીંગ અને એમ.બી.એ.ની ડિગ્રી ધરાવતા કેદીઓએ 2013માં પુસ્‍તકો વાંચી પ્‍લાન ઘડયો હતો

અમદાવાદઃ અમદાવાદની સાબરમતી જેલમાંથી ભાગી છૂટવા માટે સુરંગ બનાવ્‍યા બાદ આ આરોપીઓએ 2013માં ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, જેથી હાઇકોર્ટે આ કેદીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્‍યો છે.

અમદાવાદની સાબમરતી જેલમાં સુરંગકાંડ સર્જાયો હતો. જેમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીઓએ જેલમાંથી ભાગવા માટે પ્લાન બનાવ્યો હતો. જે બાદમાં નિષ્ફળ નીવડ્યો હતો. સાબરમતી જેલમાંથી 200 ફૂટ લાંબી ટનલ ખોદીને ભાગી છુટવાનો પ્રયાસ કરનારા 24 કેદીઓ સામે કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી છે. તમામ 24 કેદીઓને મુક્ત કરવાના સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટે રદ કર્યો છે. 

હાઈકોર્ટ સુરંગ ખોદવાનો પ્રયાસ કરનાર તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવા મંજૂરી આપી છે. જેલમાં સુરંગ ખોદવાનો પ્રયાસ કરનાર કેટલાક કેદીઓ એન્જિનિયરિંગ અને એમબીએની ડિગ્રી ધરાવે છે. એટલુ જ નહિ, તેઓ જેલની લાઈબ્રેરીમાં મૂકાયેલા પુસ્તકોમાંથી સુરંગ ખોદવાની ટેકનિક શીખ્યા હતા. પરંતુ આખરે પકડાયા હતા. 

હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટીએ કહ્યું કે, કેસના 24 કેદીઓ સામે પ્રથમદર્શી કેસ બને છે. આરોપીઓને આરોપો અને તેમની સામેના આરોપોમાંથી મુક્ત કરી શકાય તેમન નથી. 

2013 માં ખોદાઈ હતી સુરંગ

સાબરમતી જેલમાં સુરંગની વાત કરીએ તો 2013 માં એક જેલ અધિકારીને સાબરમતી જેલમાં ખોદવામાં આવેલી સુરંગ દેખાઈ હતી. તેના બાદ 24 આરોપીઓ સામે ષડયંત્રનો આરોપ લગાવાયો હતો. 

(6:33 pm IST)