Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના વિસ્‍તાર ઘાટલોડિયામાં ‘આપ'માં ભંગાણઃ એકસાથે 200 આગેવાનો-કાર્યકરો ભાજપમાં જોડાયા

ભાજપના મધ્‍યસ્‍થ કાર્યાલય ખાતે કેસરીયો ખેસ પહેરાવી સ્‍વાગત

અમદાવાદઃ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ જે બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્‍તારમાં ‘આપ'માં ભંગાણ થયુ છે અને 200 આગેવાનો-કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે હાર્દિક પટેલની ટીમના પાસના 1500થી વધુ કન્વિનરો ભાજપમાં જોડાયા હતા. તેવી જ રીતે ચૂંટણી પહેલા અમદાવાદમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં AAPમાં ભંગાણ થયું છે.

ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડયા વિધાનસભામાં આપના કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે. ઘાટલોડિયાના અંદાજે આપના 200 જેટલા કાર્યકરો ભાજપ ઘાટલોડિયા વિધાસભાના બેઠકના કાર્યાલય ખાતે જોડાયા છે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તે ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. 

મહત્વનું છે કે, ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

(5:37 pm IST)