Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સુરતના રાંદેર રોડ નજીક ત્રણ મહિલાના ગળામાંથી ચેઇન આંચકી ગઠિયા છૂમંતર.....

સુરત: શહેરના રાંદેર રોડ નવયુગ કોલેજ અને અડાજણ એલ.પી. સવાણી રોડ સૌરભ પોલીસ ચોકી નજીક તથા પરશુરામ ગાર્ડન પાસે ત્રાટકેલા બાઇક સવાર સ્નેચરોએ ત્રણ મહિલાને નિશાન બનાવી કુલ રૂ. 1.70 લાખની સોનાની ચેઇન આંચકીને ભાગી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

અડાજણ ટીજીબી ચાર રસ્તા નજીક સૌરભ રો હાઉસમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર દીપક જેઠાભાઇ પટેલ (ઉ.વ. 39) ની માતા રાઇબેન (ઉ.વ. 58) પગપાળા સૌરભ પોલીસ ચોકી નજીક શાકભાજી લેવા જઇ રહ્યા હતા. ત્યારે પોલીસ ચોકી નજીક શીવધારા સોસાયટીના ગેટ પાસે બાઇક સવાર બે સ્નેચરો રાઇબેનના ગળામાંથી સોનાની રૂ. 80 હજારની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. અડાજણ પરશુરામ ગાર્ડન પાસે પુત્રીને ટ્યુશને મુકી પરત જઇ રહેલા મમતા કાર્તિકેશ્વર મિશ્રા (ઉ.વ. 42 રહે. નવકાર એપાર્ટમેન્ટ, અડાજણ) પાસે અચાનક એક યુવાન ઝડપથી ચાલીને આવ્યો હતો અને ગળામાંથી સોનાની ચેઇન રૂ. 30 હજારની આંચકી દોટ લગાવી નજીકમાં બાઇક લઇ ઉભેલા તેના સાથીદાર સાથે બેસીને ભાગી ગયો હતો.

(6:30 pm IST)