Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

નિયમોની એસી તેસી : નર્મદા જિલ્લામાં સંસ્થા દ્વારા સંચાલિત શાળાના કર્મચારી રાજકીય પક્ષ સાથે જોડાયા હોવા છતાં ચૂંટણીની કામગીરી સોંપાતા નારાજગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :હાલમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી 2022 જાહેર થયેલ હોય તેવા સંજોગોમાં સંસ્થા ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજના કર્મચારીઓ રાજકીય પક્ષ સાથે જોડાઈ શકે છે અને કામગીરી કરી શકે તેવા નર્મદા જિલ્લામાં કેટલાક કર્મચારીઓને ઓર્ડર હોવાનું જાણવા મળ્યું છે
આ અંગે એક વ્યક્તિનો તા-૦૮/૧૧/૨૦૨૨ નો નિમણુંક હુકમ કલેકટ૨ અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી રાજપીપળાથી ક૨વામાં અવ્યો હતો.અને તા-૧૨/૧૧/૨૦૨૨ ના રોજ જે તે તાલીમ મોર્ડન સ્કુલ ડેડીયાપાડા ખાતે હાજ૨ ૨હેવા જણાવેલ જયારે વ્યક્તિ રાજકીય પક્ષ તરફથી આપવામાં આવેલ નિમણુંક પત્રની નકલ સાથે રાખી આચારસહિતા અમલમાં આવતા પહેલા લેખિત રજુઆત કરેલ હોવા છતાં તા-૧૨/૧૧/૨૦૨૨ના રોજ રૂબર પ્રાંત અધિકારી હાજ૨ ૨હી આ ચૂંટણી કામગીરી માંથી મુક્તિ બાબતની માંગ કરવામાં આવેલ   હતી અને તા-૧૧/૧૧/ ૨૦૨૨ના ૨ોજ આજ મુક્તિ માટેની ટપાલ કલેકટર ચૂંટણી અધિકા૨ીને પણ અ૨જી મોકલવામાં આવી હતી.પરતું આજદિન સુધી આ કર્મીને ૧૪૯- ડેડીયાપાડા વિધાનસભા ૨ાખી મતદાર વિભાગ પ્રાંત અધિકારીના પત્ર થી જાણ કરવામાં આવેલ કે તમો સરકારી કર્મચા૨ી હોવાથી તમારે આ ફરજ બજાવવાની રહે છે તમને મુક્તિ આપવામાં આવતી નથી. જયા૨ે આજ સંસ્થા દ્વારા ચાલતી અન્યશાળાઓ અને આશ્રમશાળાના કર્મચારીઓ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ છે જેમાના એક કર્મચારી જેઓ તાલુકા પંચાયતના સભ્ય રહી ચુક્યાછે,એસ૨કા૨ી ના ગણાતા હોય તો આજ સંસ્થાના બીજા કર્મચારી કંઈ ૨ીતે સરકારી ગણી શકાય તેવા સવાલો હાલમાં નર્મદા જિલ્લામાં ચર્ચાએ છે આ બાબત સત્ય હોય તો ચૂંટણી માં પણ નિયમોની એસી તેસી થઈ તેમ કહી શકાય.

(6:46 pm IST)