Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ધરતીપુત્રો ને પાકનાં નુકશાનનું વળતર ના મળતા નાંદોદના ખેડૂતોનો સરકાર સામે આક્રોશ : ચૂંટણી બહિષ્કારની ચીમકી

નુકશાનની સહાય ચુકવવામાં વિલંબ કર્યા બાદ હવે કેળાને બદલે કપાસના નુકશાન વળતર ની ફરીથી અરજી કરવાની ની તંત્ર દ્વારા માંગ કરાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો ચૂંટણી બહિષ્કાર ની ચિમકી ઉચ્ચારી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં વરસાદે ભારે ખાના ખરાબી સર્જી હતી ખેડૂતોનો ઉભો પાક તપાસ થઈ ગયો હતો અને ખાસ કરીને કેળાના પાક કરતા ખેડૂતોની કેળો ભાગી ગઈ હતી અને અન્ય વાવેતર કરતાં ખેડૂતોને પણ ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું કુદરતી આફત સામે પાયમાલ થઈ ગયેલા ખેડૂતો એ સરકાર પાસે વળતર ની માંગણી કરી હતી, ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવી કેળ ની ખેતી કરતા ખેડૂતો ને હેકટર દીઠ 30,000 ચૂકવવાનો આશ્વાસન આપ્યું હતું.પરંતુ લાંબા સમયથી વળતરની રાહ જોયા બાદ હવે ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવી જતા ખેડૂતોનો સંયમ તૂટી ગયો છે એ દરમિયાન કંઈક એવી પણ વાત નીકળી કે જે ખેડૂતોએ કેળના પાકનું નુકસાનની વળતરની માગણી કરી છે તેમણે ફરીથી અરજી કરી કેળના બદલે કપાસને નુકસાની માંગણી કરવી અને પાક નુકશાન ના વળતર ચૂકવવા માટે તૈયાર કરાયેલી યાદી મા વ્હાલા દવલા ની નીતિ અપનાવી કેટલાંક ગામો ની બાદબાકી કરવામાં આવતા ખેડૂતો અકળાઈ ઉઠ્યા છે. અને હવે ચૂંટણી નો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી પણ ધરતીપુત્રો ઉચ્ચારી રહ્યા છે.આમ એક બાદ એક ચૂંટણી પહેલા સરકાર ઘોંચ માં પડતી જોવા મળી છે

(6:47 pm IST)