Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજ્યમાં આચારસંહિતા ભંગના ૨૯,૮૪૪ કેસ

ત્રણ નવેમ્બરથી આચારસંહિતા અમલમાં છે : દેશી-વિદેશી દારૃર સહિત ચીજ-વસ્તુઓ સાથે કુલ ૩૧,૧૯,૦૦,૯૯૯નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

અમદાવાદ, તા.૨૫ : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમાં ત્રીજી નવેમ્બરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૃ થઈ ગયો છે. રાજ્યમાં પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું તો પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે.

ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઈ છે અને આ આચાર સંહિતા ભંગ હેઠળ તા.૩ નવેમ્બરથી ૨૫ નવેમ્બર સુધીમાં કુલ ૨૯,૮૪૪ કેસ કરાયા છે. આ કેસ અંતર્ગત કુલ ૨૪,૭૧૦ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ અન્વયે રાજયમાં આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ ૨૯,૮૪૪ કેસો કરવામાં આવેલ છે, જેમાં ૨૪,૭૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૃપિયા ૨૪,૭૫,૬૫૦નો દેશી દારૃ, રૃ.૧૩,૨૬,૮૪,૨૧૬નો ભારતીય બનાવટનો વિદેશી દારૃ (આઈએમએફએલ) તથા રૃપિયા ૧૪,૬૭,૪૧,૧૩૨ અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૃપિયા ૩૧,૧૯,૦૦,૯૯૯નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ-૧૯૭૩ હેઠળ ૨,૬૦,૭૦૩ કેસો, ગુજરાત દારૃબંધી અધિનિયમ-૧૯૪૯ હેઠળ ૩૦,૦૫૧ કેસો, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ ૭૧ કેસો તથા પાસા એક્ટ-૧૯૮૫ હેઠળ ૩૨૯ કેસો, એમ વિવિધ કલમો હેઠળ કુલ ૨,૯૧,૧૫૪ લોકો અટકાયતી કાર્યવાહી કરાઈ છે. રાજ્યમાં કુલ ૫૫,૬૪૦ પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી ૫૧,૧૨૬ હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. રાજ્યમાં આર્મ્સ એક્ટ-૧૯૫૯ હેઠળ ૭૮ ગેરકાયદેસર હથિયાર તથા ૩૫૪ ગેરકાયદેસર દારૃગોળા તથા ૧૫૦ ગ્રામ વિસ્ફોટક પરાર્થ જમા કરવામાં આવેલ છે. રાજ્યમાં એનડીપીએસ એક્ટ-૧૯૮૫ હેઠળ કુલ ૩૯ કેસો નોંધી કુલ ૬૧,૯૨,૭૭,૩૦૯નો ૧૪૬૦.૯૮૯૫ કિ.ગ્રા.નો એનડીપીએસ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં હાલ ૧૪૦ આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા રૃપિયા ૫૫,૨૭૦નો આઈએમએફએલ, રૃ.૩૪૩૦નો દેશી દારૃ, રૃ.૧.૫૩,૦૦,૦૦૦ના ઘરેણાં, રૃ.૯૨,૮૪,૭૩૦ની રોકડ રકમ તથા રૃ.૧૪,૬૧,૭૦૦ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૃ. ૧,૬૮,૨૧,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફ્લાઈંગ સ્કવોડ્સ દ્વારા ૧૧,૨૪૨ રૃપિયાનો આઈએમએફએલ, રૃ.૫૦૦નો દેશી દારૃ, ૧,૪૧,૧૫,૯૪૦ રોકડ તથા ૮,૫૮,૦૦૦ રૃપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૃપિયા ૧,૪૯,૮૫,૬૮૨નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા ૩,૦૮,૭૧,૦૦૦ રોકડ, ૩,૫૪,૧૪,૨૩૭ રૃપિયાના ઘરેણાં, ૬૧,૯૨,૮૭,૧૯૯ રૃપિયાના એનડીપીએસ પદાર્થો તથા ૭૪,૩૩,૯૨૪ રૃપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૃ. ૬૯,૩૦,૦૬,૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

(7:19 pm IST)