Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો.

સોનિયા-મનમોહનસિંહની આગેવાની હેઠળનું કોંગ્રેસનું શાસન કૌભાંડો અને ભ્રષ્ટાચારનું હતું :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે ચાર સ્થળે સભા ગજવી કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો

  ફોટો

અમદાવાદ : મિશન મધ્ય ગુજરાત પર પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે ચાર સ્થળે સભા ગજવી કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો , નર્મદાના નાંદોદમાં અમિતભાઈ શાહે મેગા રોડ શો કરી શક્તિપ્રદર્શન કર્યું હતું

 સૌથી પહેલા ખેડાના મહુધામાં શાહે કોંગ્રેસ પર શાબ્દિક ચાબખાં ફટકાર્યા અને કહ્યું કે સોનિયા-મનમોહનસિંહની આગેવાની હેઠળનું કોંગ્રેસનું શાસન કૌભાંડો અને ભ્રષ્ટાચારનું હતું. દાહોદના ઝાલોદમાં આદિવાસીઓના વિકાસનો મુદ્દો ઉઠાવી કહ્યું કે કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો હતો,

  ભરૂચના વાગરામાં શાહે કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું પણ વિકાસને બદલે પોતાના ઘર અને ગજવા ભર્યા.‘કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ’ એવી કહેવત હતી , બીજી તરફ સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કાલે અમરેલીના જાફરાબાદમાં અમિતભાઈ  શાહ જંગી સભા સંબોધશે  

 

(7:50 pm IST)