Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના કોરોના રસી મામલે આકરા પ્રહાર : કોરોનાના રસીના ડોઝમાં ખોટી માહિતી રજૂ કરાઈ હોવાનો આરોપ

શક્તિસિંહે મીડિયા સમક્ષ અભેલાઈ ગામમાં અપાયેલી રસીની શીટ બતાવી હતી

અમદાવાદ :  ગુજરાત ચૂટણીના રણમાં હવે કોરોનાની રસી મુદ્દે પણ વાર પલટવાર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કોરોના રસીના બતાવાયેલા આંકડામાં છેતરપિંડી થઈ હોવાની અને ખોટી માહિતી રજૂ કરાઈ હોવાનો આરોપ લગાવ્યો છે.

  શક્તિસિંહ ગોહિલે મીડિયા સમક્ષ  અભેલાઈ ગામમાં અપાયેલી રસીની શીટ બતાવી હતી અને આક્ષેપ કર્યો કે ભાજપે લોકો સાથે છેતરપિંડી કરી છે. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન આપવામાં આવી તેમા અનેક લોકોના નામ સામે એક જ મોબાઈલ નંબર છે.

 

(7:50 pm IST)