Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજ્યમાં નશાબંધી અધિનિયમ હેઠળ અત્યાર સુધીમાં કુલ 29,844 કેસ કરાયા :24,710 આરોપીની ધરપકડ

રાજ્યમાં 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ 51,126 હથિયારો જમા લેવામાં આવ્યા

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ પણ સક્રિય થયું છે. રાજ્યમાં નશાબંધી અધિનિયમ હેઠળ 3 થી 25 નવેમ્બર દરમ્યાન કુલ 29,844 કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 24,710 આરોપીની ધરપકડ થઇ છે. જ્યારે કે રાજ્યમાં 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ 51,126 હથિયારો જમા લેવામાં આવ્યા છે.

 રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.282.08 કરોડની કુલ જપ્તી કરવામાં આવી છે.  જેમાં રૂ.26.37 કરોડની રોકડ રકમ, 3.47 લાખ લિટર જેટલો રૂ.12.45 કરોડની કિંમતનો દારૂ, 938.81 કિલો જેટલું રૂ.61.63 કરોડનું ડ્રગ્સ અને રૂ.14.56 કરોડની કિંમતના 179.76 કિલો સોનુ-ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂ.167.07 કરોડની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

 

(8:08 pm IST)