Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ભાયાવદર પાલિકાના 9 સભ્યો ભાજપમાં જોડાયા: સેવા સહકારી મંડળીના 10 સભ્યોએ કેસરિયો કર્યો

પાલિકા પ્રમુખ નયન જીવાણી સહિત સહકારી આગેવાનો કમલમ ખાતે ભાજપમાં જોડાયા: કોંગ્રેસમાં સંગઠન અને સંકલનનો અભાવ હોવાનો આક્ષેપ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ધોરાજીમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. ભાયાવદર પાલિકાના 9 સભ્યો ભાજપમાં જોડાયા છે. પાલિકા પ્રમુખ નયન જીવાણી સહિત સહકારી આગેવાનો કમલમ ખાતે  ભાજપમાં જોડાયા છે. સેવા સહકારી મંડળીના 10 સભ્યો ભાજપમાં સામેલ થયા છે. ભાયાવદર શહેર સંગઠનનું સંપૂર્ણ માળખું ભાજપમાં જોડાયું છે. કોંગ્રેસમાં સંગઠન અને સંકલનનો અભાવ હોવાનો આક્ષેપ લાગ્યો છે. કાર્યકરોને ચૂંટણી સમયે જ યાદ કરાતા હોવાનો આક્ષેપ આ આગેવાનોએ કર્યો છે

 

(8:12 pm IST)