Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

2017માં ભાજપે ગુમાવેલી અનામત બેઠકો જીતવા કમરકસી :આદિવાસી મતબેંક કરવા ભાજપે એડિચોટીનું જોર લગાવ્યું

2017ની ચૂંટણીમાં 27 માંથી ભાજપને માત્ર 9 બેઠકો જ મળી જ્યારે કોંગ્રેસનો 15 બેઠકો પર પરચમ લહેરાયો તેમજ બીટીપીના ફાળે 2 અને અપક્ષનો 1 બેઠક પર વિજય થયો હતો

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે 2017માં ભાજપે ગુમાવેલી અનામત બેઠકો જીતવા કમરકસી છે. ખાસ કરીને રાજ્યની પૂર્વ પટ્ટી પર આવેલી આદિવાસી મતબેંક કરવા ભાજપે એડિચોટીનું જોર લગાવ્યું છે.

 રાજ્યની આદિવાસી અનામત ધરાવતી 27 બેઠકો પર 2017માં ભાજપે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. 2017ની ચૂંટણીમાં 27 માંથી ભાજપને માત્ર 9 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસનો 15 બેઠકો પર પરચમ લહેરાયો હતો. જ્યારે બીટીપીના ફાળે 2 અને અપક્ષનો 1 બેઠક પર વિજય થયો હતો, ત્યારે ભાજપ નથી ઇચ્છતું કે 27 બેઠકોના 2017ના પરિણામોનું પુનરાવર્તન થાય અને તેથી જ 2022માં હારેલી બેઠકો જીતવા ભાજપ એડિચોટીનું જોર લગાવી રહ્યું છે.

 

(8:12 pm IST)