Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

નર્મદા :સેન્ચ્યુરી એન્કા કંપનીનું પર્યાવરણ બચાવવા માટેનુંઐતિહાસીક પગલુ : નાયલોન વેસ્ટને રીસાયકલ કરી ફેબ્રીક બનાવ્યુ

સેન્ચ્યુરી એન્કાં લિમિટેડનું યુનિટ રાજશ્રી પોલીફિલ ઉમલ્લા ખાતે આ પ્રોડક્ટનું અનાવરણ કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  :સેન્ચ્યુરી એન્કા કંપનીનું પર્યાવરણ બચાવવા માટેનું ઐતિહાસીક પગલું ભર્યું છે.કંપનીએ પોતાના નાયલોન વેસ્ટ ને રીસાયકલ કરી તેમાથી ફેબ્રીક બનાવ્યુ જેને ઉમલ્લા કાળીયાપુરા ખાતેની રાજેશ્રી પોલીફીલ કંપની દ્વારા કંમ્પનીના એમડી દ્વારા પહેલો જથ્થો એપોલો કંપનીમાં ટાયર બનાવવા માટે મોકલાયો હતો.

પર્યાવરણને બચાવવા માટે હાલમાં આખું વિશ્વ ચિંતન કરે છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પણ ભારતને કાર્બન મુક્ત બનાવવાનું બીડું ઝડપી મિશન લાઈફનો પ્રારંભ કર્યો છે. ત્યારે જેને લઈને અલગ અલગ સ્તરે વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે જે અંતર્ગત સેન્ચ્યુરી એન્કા કંપનીએ પોતાના નાયલોન વેસ્ટને રીસાયકલ કરી તેમાથી ફેબ્રીક બનાવેલ છે. જેનો ઉપયોગ ટાયર કંપનીમાં કરવામાં આવશે. આ માટે સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ ના યુનિટ રાજશ્રી પોલીફિલ ઉમલ્લા ખાતે આ પ્રોડક્ટનું અનાવરણ સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર સુરેશ સોદાની ધ્વારા કરવામાં આવ્યુ જેમની સાથે રાજશ્રી પોલીફિલ્સ  કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (એચઆર & એડમીન )ના સંજય અગ્રવાલ પણ જોડાયા હતા અને  તેનો પહેલો જથ્થો એપોલો કંપની માં ટાયર બનાવવા માટે મોકલવામાં આવ્યો હતો.
આ બાબતે કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (એચઆર & એડમીન ) સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે સેન્ચ્યુરી એન્કાં લિમિટેડનું આદિત્ય બિરલા ગ્રુપમાં સમાવેશ થયો છે. અને આદિત્યબિરલા ગ્રુપની સસ્ટેનેબિલિટી પોલીસી અંતર્ગત પણ પર્યાવરણ ના બચાવ માટે વિવિધ પગલાઓ લેવાય રહ્યા છે. જેના ભાગ રૂપે સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ પર્યાવરણના બચાવ અને સંવર્ધનના કાર્યમાં સતત કાર્યશીલ છે. અમારી કંપનીએ કંપનીના યાર્નનો જે વેસ્ટ નીકળે છે તેને ફરીથી ઉપયોગમાં લઈને પ્રોસેસ કરીને અમેફેબ્રિક્સ બનાવ્યુ છે.અત્યાર સુધીમાં અમે રો મટીરીયલ માં કેપ્રોલેકેટમ વાપરતા હતા હવે અમે આજ વસ્તુ વેસ્ટમાંથી બનાવીને ફરીથી એનો ઉપયોગ ફરીથી યાર્ન બનાવવામાં ઉપયોગ કરીશું. આમ અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો છે.મેં એપોલો ટાયર કંપનીને અમારી આ પ્રોડક્ટસ પસંદ આવી છે.અમારી પ્રોડક્ટ એપોલોટાયર ના રો મટીરીયલ બનાવવામાં વપરાય છે.આજે અમે એપોલો ટાયર કંપનીને અમારી પ્રોડકટનો પહેલો જથ્થો રવાના કર્યો છે

 

(10:30 pm IST)